બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Corona Case, Night Curfew, Corona new Guide Line 21 January 2022

નવી SOP / ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર, હવે કુલ 27 શહેરોમાં 10થી 6 નાઈટ કર્ફ્યૂ

Vishnu

Last Updated: 07:50 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.

  • ગુજરાતમાં કોરોના સ્થિતિને કાબૂમાં લાવવા કડક નિયંત્રણો
  • 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધી

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠક બાદ કોરોનાની નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જે મુજબ હવે 8 મહાનગર સહિત 19 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે. 

શું છે નવી ગાઈડલાઇન?
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ વધુ ૧૭ નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં હતો જેમાં હવે વધુ 17 શહેરોનો સમાવેશ કરતા કુલ 27 શહેરોમાં હવે નાઈટ કર્ફ્યૂનો અમલ કરાશે.

29 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે આ નવી ગાઈડલાઈન
રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.રર-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ ૭ દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૨ મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૨૯ જાન્યુઆરી સુધી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.

હવે હોટલ-રેસ્ટોરન્ટની હોમ ડિલીવરી 24 કલાક ચાલુ રહેશે
આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું આ સાથે સામેલ છે.

કયા શહેરોમાં રાત્રે 10થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ

  1. અમદાવાદ શહેર
  2. વડોદરા શહેર
  3. સુરત શહેર
  4. રાજકોટ શહેર
  5. ભાવનગર શહેર
  6. જામનગર શહેર
  7. જૂનાગઢ શહેર
  8. ગાંધીનગર શહેર
  9. આણંદ
  10. નડીયાદ
  11. સુરેન્દ્રનગર
  12. ધ્રાંગધ્રા
  13. મોરબી
  14. વાંકાનેર
  15. ગોધરા
  16. વિજલપોર (જિ.નવસારી)
  17. વલસાડ
  18. ભરૂચ
  19. અંકલેશ્વર
  20. કલોલ (જિ.ગાંધીનગર)
  21. ગોંડલ
  22. જેતપુર (જિ.રાજકોટ)
  23. કાલાવડ (જિ.જામનગર)
  24. નવસારી
  25. ધોરાજી
  26. વ્યારા
  27. વાપી

જૂની SOPમાં શું હતા નિયમ
આ પહેલા 8 મહાનગર પાલિકા સહિત આણંદ અને નડિયાદમાં રાત્રે 10 થી સવારના 6 સુધી નાઈટ કર્ફ્યૂ હતું. રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગાવાઈ હતી. લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા યથાવત રાખવામાં આવી.

કોર કમિટીની બેઠક બાદ નવી SOP જાહેર
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે, જેને પગલે સરકાર વધુ કડક નિયંત્રણો લાદયા છે. નાઇટ કર્ફ્યૂ સહિતની SOPની 22મીએ મુદત પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જે બાદ કડક ગાઈડલાઈન જાહેર કરવાઆમ આવી છે. નાઇટ કર્ફ્યૂના સમય અને લગ્નમાં મહેમાનો તેમજ અન્ય કાર્યક્રમોમાં સંખ્યાથી માંડી હોટલ રેસ્ટોરન્ટ સલૂનને લઈને પણ નવા નિયમો અમલમાં લાવવામાં આવ્યા છે.

કોણ કોણ હતું બેઠકમાં હાજર?
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જો અધિકારીઑની વાત કરીએ તો ચિફ પ્રિન્સિપાલ સેક્રેટરી, મુખ્ય સચિવ. રાજ્ય પોલીસ વડા અધિક મુખ્ય સચિવ  જેવા ટોચના અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા

રાજ્યમાં ગુરુવારે 24485 કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસોમાં ત્રીજી લહેરે સપાટો બોલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ કોરોના પોઝિટિવ આવતા સરકાર અને તંત્ર વધુ આયોજન કરવા જોતરાઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 9957 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 3709 કેસ તો રાજકોટમાં 1521 કેસ, વડોદરામાં 3194 કેસ નોંધાયા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ