બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Gujarat Congress in-charge Mukul Wasnik will come to Ahmedabad on April 10

લોકસભા ચૂંટણી 2024 / આગામી 10મીએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી આવશે અમદાવાદ, બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ પર કરાશે ચર્ચા

Dinesh

Last Updated: 08:09 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LOKSABHA ELECTION 2024: 10 અપ્રિલે  ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની અગત્યની બેઠકની આગેવાની કરશે. જે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરશે

લોકસભા ચૂંટણીનો પ્રચાર તેજ છે. ઉમેદવારો ગામડે ગામડે ફરીને લોકોને આકર્ષવા માટે મથામણ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકીય કાર્યાલયોથી પ્રચાર અને મતદારોને આકર્ષવા પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આગામી 10 એપ્રિલે અમદાવાદ આવશે. જેઓ લોકસભા ચૂંટણી અનુસંધાને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

Gujarat Congress in-charge Mukul Wasnik will visit Gujarat on August 27

મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરશે

આગામી 10 તારીખે  ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસની અગત્યની બેઠકની આગેવાની કરશે. જે બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથો સાથ તેઓ લોકસભા ચૂંટણી માટે તૈયાર થઈ રહેલા મીડિયા સેન્ટરનું પણ નિરીક્ષણ કરશે.

કોંગ્રેસનો આ ચાર બેઠક પર પેચ ફસાયો

અત્રે જણાવીએ કે, ગુજરાતની ચાર બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવારને લઈ પેચ ફસાયેલો છે. જેને લઈ પણ મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસને કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાય છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનો નામ જાહેર કર્યો નથી.

જુઓ કોની કોની વચ્ચે રાજકીય ટક્કર ?

વાંચવા જેવું: વિસાવદર બેઠકની પેટા ચૂંટણી થશે વિલંબિત, કારણ મામલો પહોંચ્યો હાઈકોર્ટ, જાણો વિવાદ

મુકુલ વાસનિક કોણ છે ?

તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે વર્તમાનમાં જવાબદારી નીભાવે છે. સૌથી નાની વયે સાંસદ બનનાર નેતાઓમાં મુકુલ વાસનિકની પણ ગણના થાય છે, પાપ્ત વિગતો મુજબ તેઓ 25 વર્ષની ઉંમરે જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2022માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. વર્ષ 2009થી 2014 સુધી મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ તેમણે કર્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ