બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat AAP party announced the second list of candidates for assembly elections

આગોતરૂ / BIG BREAKING: ગુજરાત AAPએ બીજા 9 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જુઓ કોને મળી વિધાનસભાની ટિકિટ

Vishnu

Last Updated: 01:39 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા 2022 માટે AAPની આગોતરી તૈયારી, અગાઉ 10 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યા બાદ આજે બીજા 9 ઉમેદવારોનું મેદાને જંગમાં ઉતાર્યા

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  • AAP પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
  • પ્રથમ યાદીમાં AAPએ 10ઉમેદવાર જાહેર કર્યા હતા
  • આજે બીજા 9 ઉમેદવારોનું કર્યું એલાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો બંધ બાજી ઉઘાડતા જાય છે. AAPની એન્ટ્રીથી પ્રથમ વખત ગુજરાતમાં રસાકસી ભર્યો ત્રિપાખીયો જંગ ખેલોશે. એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે. ગુજરાત AAP પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. આજે ગુજરાતમાં AAP પાર્ટીએ વિધાનસભા ચૂંટણી 2022 માટે મુરતીયાઓનું બીજું લિસ્ટ જાહેર કરી દીધું છે, જેમાં 9 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ બીજી યાદી જાહેર કરતાં કહ્યું કે AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. વહેલી યાદીથી લોકો વચ્ચે જવાનો પ્રતિનિધીને સમય મળે છે. જેમના નામ જાહેર કરાયા તેઓ અત્યારથી મહેનત કરી રહ્યાં છે.  તેમની મહેનતથી લોકો એકતક આપવા માગે છે. આજે બીજી યાદી જાહેર કરી છે.

બીજી યાદીમાં કોણે કોણે મળી ટિકિટ

બેઠક AAP ઉમેદવાર
ચોટીલા રાજુ કરપડા
માંગરોળ પિયુષ પરમાર
ગોંડલ નિમિષાબેન ખૂંટ
ચોર્યાસી બેઠક પ્રકાશ કોન્ટ્રાક્ટર
વાંકાનેર વિક્રમ સોરાણી
દેવગઢ બારીયા ભરત વાકલા
અમદાવાદની અસારવા બેઠક જે.જે.મેવાડા
ધોરાજી વિપુલ સખીયા
જામનગર ઉત્તર બેઠક કરશન કરમુર

જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને દિગ્ગજ નેતાઓના નામ હાલ જાહેર કરવામાં નહીં આવે. ચર્ચા મુજબ આ યાદી કે હવે પછીની યાદીમાં ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી સહિતના મોટા નેતાઓનું નામ કદાચ નહીં હોય. રણનીતિના ભાગ મુજબ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે ભાજપ અને કોંગ્રેસ તેના નેતાઓના નામ જાહેર કરશે તે બાદ જ આપ પાર્ટી પણ દિગ્ગજોને ઉતારશે

પ્રથમ યાદીમાં AAP એ 10 ઉમેદવાર જાહેર કર્યા  હતા

  1. ભેમાભાઈ ચૌધરી: દિયોદર
  2. જગમાલભાઈ વાળા: સોમનાથ
  3. અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
  4. સાગરભાઈ રબારી: બેચરાજી
  5. વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
  6. રામ ધડૂક: કામરેજ
  7. શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
  8. સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
  9. ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
  10. રાજેન્દ્ર સોલંકી : બારડોલી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ