બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / gujarat 157 schools have got 0% result in class 10th

મહામંથન / ભણશે ગુજરાત પણ કેવી રીતે? ધોરણ 10માં 157 શાળાનું 0% રિઝલ્ટ, ક્યાં કચાશ રહી જવાબદાર કારણો શું

Dinesh

Last Updated: 11:23 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનગરોમાં પણ 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે, બીજી તરફ અંગ્રેજી કરતા ગુજરાતી માધ્યમમાં પરિણામ નીચુ આવ્યું છે.

  • ધોરણ 10માં 157 શાળાનું 0% રિઝલ્ટ આવ્યું
  • શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની વધુ કામગીરી જવાબદાર ખરી?
  • ધોરણ 10માં વિદ્યાર્થીઓ અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન ન કરી શક્યા


ધોરણ 10 અને ધોરણ 12ની તાસિર અને અભ્યાસક્રમ બંને એકબીજાથી ભલે ભિન્ન હોય પણ ધોરણ 12 કે જયાં કારકિર્દીની દિશા નક્કી થાય છે તેનો આધાર ધોરણ 10 છે તેમાં બેમત નથી. ધોરણ 10નું આ વર્ષનું રિઝલ્ટ સરેરાશ રિઝલ્ટ જેટલું જ છે પરંતુ કેટલીક બાબતો એ સવાલ કરી રહી છે કે શું કયાંક પાયો કાચો રહી ગયો છે? 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધે, 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા વધે તે કેટલો ચિંતાજનક વિષય તે જાણકારોને કહેવાની જરૂર નથી. મહાનગરોમાં પણ 0 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યામાં વધારો થયો છે, બીજી તરફ અંગ્રેજી કરતા ગુજરાતી માધ્યમમાં પરિણામ નીચુ આવ્યું છે.. ધોરણ 10ના આ વર્ષના વિદ્યાર્થીઓ કોરોનાકાળમાં ધોરણ 8 કે 9માં હશે તો શું એવુ કહી શકાય કે નિયમિતને બદલે ઓનલાઈન શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓનો પાયો થોડે અંશે કાચો રહ્યો.. ધોરણ 8 અને 9ના શિક્ષણ ઉપર અસર થઈ જેને પરિણામે ધોરણ 10માં વિદ્યાર્થીઓ અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન ન કરી શક્યા કે કેમ.. કારણ જે પણ હોય પરંતુ શિક્ષણ વિભાગ અને શાળા, શિક્ષક, વિદ્યાર્થી તમામે આત્મચિંતનનો સમય છે. તમામ સુવિધાઓ છતા બોર્ડના પરિણામમાં ઘટાડો કેમ થયો. શૂન્ય ટકા પરિણામ હોય તેવી શાળાની સંખ્યા કેમ વધી. પાયો કાચો રહેશે તો વિદ્યાર્થીઓ કારકિર્દીમાં આગળ કેમ વધશે

 ગત વર્ષ કરતા 3.88% ઓછું પરિણામ આવ્યું
ધોરણ 10નું પરિણામ ગત વર્ષ કરતા ઓછું આવ્યું છે, બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતા 3.88% ઓછું આવ્યું અને સરકારના ગુણાત્મક સુધારણાના કાર્યક્રમ છતા પરિણામમાં સુધારો નહીં આવ્યો, શિક્ષણ વિભાગ તરફથી સુવિધાઓ વધી છે તેમજ શિક્ષણ વિભાગના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે અને ધોરણ 8થી વિદ્યાર્થીનો પાયો કાચો રહે છે કે કેમ તે પણ મહત્વનો સવાલ છે. વિદ્યાર્થીનો પાયો કાચો રહ્યો હોય તો તેના પર ગંભીર ચિંતનની જરૂર છે. 

ધોરણ 10નું કેવું રહ્યું પરિણામ?
રેગ્યુલર, રિપીટર, ખાનગી વિદ્યાર્થીઓ સાથેનું સરેરાશ 55.52% પરિણામ આવ્યું છે, રેગ્યુલર વિદ્યાર્થીઓનું 64.62% પરિણામ છે જ્યારે પાસ થનારમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધુ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ ગત વર્ષ કરતા 0.56% ઘટ્યું તેમજ રિપીટરનું પરિણામ પણ 13.45% ઘટ્યું છે. 1.31 લાખ વિદ્યાર્થી ફરી નાપાસ થયા છે.

આ પરિણામ ચિંતાજનક કેમ?
9 માર્ક સુધી ગ્રેસિંગ છતા પરિણામમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા A-1 ગ્રેડના વિદ્યાર્થી ઘટ્યા તેમજ 2022 કરતા 2023માં A-1 ગ્રેડના 6 હજાર વિદ્યાર્થી ઘટ્યા છે.  0% પરિણામ આવ્યું હોય તેવી શાળાની સંખ્યા વધી તેમજ 2023માં 157 શાળાનું ધોરણ-10નું પરિણામ 0% આવ્યું છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા 20% ઓછું આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ