બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:57 PM, 1 January 2024
ADVERTISEMENT
દેશના GST મામલામાં આવકારદાયક વધારો આ વખતે પણ યથાવત રહેવા પામ્યો છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ એપ્રેલથી ડિસેમ્બર 2023 વચ્ચે GSTનું કલેક્શન 12 ટકા વધીને 14.97 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આંકડા અનુસાર વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2023માં વર્ષના આધાર પર GST કલેક્શન 10 ટકા વધીને 1.65 લાખ કરોડ રહ્યું હતું. ડિસેમ્બરમાં GST કલેક્શનમાં સતત 10માં મહિને વૃદ્ધિ થઈ છે. વર્ષ 2023માં 10 મહિના સુધી GST સંગ્રહનો આંકડો 1.5 લાખ કરોડને પાર કરી ગયો હતો.
👉 Posting a growth rate of 12% Y-o-Y, ₹14.97 lakh crore gross #GST collection during April-December 2023 period⁰⁰👉 Gross #GST collection averages ₹1.66 lakh crore in first 9 months of FY24⁰⁰👉 ₹1,64,882 crore gross #GST revenue collection for December, 2023
Read more ➡️… pic.twitter.com/obNCxO50nZ
ADVERTISEMENT
— Ministry of Finance (@FinMinIndia) January 1, 2024
ADVERTISEMENT
નાણા મંત્રાલયે નવા વર્ષે જાહેર કર્યા આંકડા
નાણા મંત્રાલય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે જ જીએસટીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર નવેમ્બર 2023માં જીએસટી સંગ્રહ 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. ડિસેમ્બરમાં આ આંકડો 1.65 કરોડ પર અટક્યો હતો જે માસિક આધાર પર લગભગ 2 ટકા જેટલો ઓછો છે. ગયા નાણાકિય વર્ષના શરૂઆતના 9 મહિનામાં GST સંગ્રહનો આંકડો સતત વધી રહ્યો હતો. નાણા મંત્રાલયના હાલના ડેટા અનુસાર GST કલેક્શનનો માસિક સરેરાસ 1.66 લાખ કરોડ રૂપિયા રહ્યો હોવાનું સત્તાવાર સામે આવ્યું છે.

ADVERTISEMENT
2020-21માં કલેક્શન વધવાનું શરૂ થયું
નાણાકિય વર્ષ અનુસાર નાણાકિય વર્ષ 2017-18માં જીએસટી કલેક્શનનું માસિક સરેરાસ એક લાખ કરોડ રૂપિયા રહ્યાં હતાં. તેવામાં કોરોના મહામારી બાદ નાણાકિય વર્ષ 2020-21માં GST કલેક્શન વધવાનું શરૂ થઈ ગયું હતું. જે બાદ નાણાંકિય વર્ષ 2022-23માં 1.51 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલય દ્વારા જણાવાયા અનુસાર એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે વાર્ષિક ધોરણે કુલ GST કલેક્શનમાં 12 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જે બાદ આ આંકડો 14.97 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો. એક વર્ષ પહેલા આજ સમય દરમિયાન કુલ GST કલેક્શનનો આંકડો રૂ.13.40 લાખ કરોડ હતો..તેની સરખામણીએ ચાલુ નાણાકિય વર્ષના પહેલા 9 મહિનામાં કુલ GST કલેક્શન 1.66 લાખ કરોડ રૂપિયા હતું. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 1.49 લાખ કરોડ રૂપિયા હતો.
ઇન્ટિગ્રેટેડ GST રૂ. 84,255 કરોડ હતો
ડિસેમ્બરમાં કેન્દ્રીય GST રૂ. 30,443 કરોડ, સ્ટેટ GST રૂ. 37,935 કરોડ, ઈન્ટીગ્રેટેડ GST રૂ. 84,255 કરોડ અને સેસ રૂ. 12,249 કરોડ રૂપિયા હતો. ઈન્ટીગ્રેટેડ GSTમાંથી સરકારે કેન્દ્રીય GSTને રૂ. 40,057 કરોડ અને સ્ટેટ GSTને રૂ. 33,652 કરોડ આપ્યા હતા. તેના કારણે ડિસેમ્બરમાં સેન્ટ્રલ GSTની કુલ આવક રૂ. 70,501 કરોડ અને સ્ટેટ GSTની કુલ આવક રૂ. 71,587 કરોડ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.