બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Ground report of VTV NEWS on Ahmedabad-Rajkot highway

ગ્રાઉન્ડ રિપોર્ટ / અમદાવાદ-રાજકોટ હાઇવે ધોવાયો: ઠેર-ઠેર ટ્રાફિક જામ, લાખો વાહન ચાલકો થયા પરેશાન, 2020થી ચાલી રહી છે સિક્સ લેનની કામગીરી

Malay

Last Updated: 01:31 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Ground Report: અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ રાજકોટ-અમદાવાદ હાઈવે ધોવાયો, વરસાદના કારણે રોડનું ધોવાણ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

 

  • અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગ્રાઉન્ડ રિપોર્ટ 
  • પહેલા વરસાદમાં જ ધોવાયો રોડ
  • ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકજામની સમસ્યા 
  • હાઈવે બનાવવામાં ભ્રષ્ટાચાર થયો?

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રાફિક જામના વારંવાર સમાચાર સામે આવતા VTV ન્યૂઝની ટીમ આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર પહોંચી હતી અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન VTV ન્યૂઝને અમદાવાદ-રાજકોટ હાઈવે પર થતાં ટ્રાફિક જામનું સાચું કારણ જાણવા મળ્યું હતું. વાસ્તવમાં 2020થી બની રહેલા રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરી હજુ પૂરી નથી થઈ ત્યાં વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે ધોવાઈ ગયો છે. ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો તે જાણવું મુશ્કેલ બની ગયું છે. એકબાજુ વરસાદના કારણે રોડનું ધોવાણ થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. તો બીજી બાજુ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.  

અમદાવાદ-રાજકોટ હાઈવે ધોવાયો
વરસાદના કારણે અમદાવાદ-રાજકોટ હાઈવે ધોવાયો છે. બાવળા, ચાંગોદર, મોરૈયા, સનાથલ સહિતના ગામોનો હાઈવે ધોવાયો છે. ખરાબ રસ્તાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે. આપને જણાવી દઈએ કે, આ હાઈવે પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે. બિસ્માર રસ્તાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 

લોકોએ પોતાની વ્યથા ઠાલવી
બિસ્માર રસ્તા અંગે VTV ન્યૂઝ  સમક્ષ લોકો પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. એક વાહનચાલકે કહ્યું હતું કે, આ રસ્તાના કારણે અમે ખૂબ મુશ્કેલીમાં મુકાયા છીએ. રસ્તાના કારણે પંચર પડી જતાં અમારે ગાડીનું ટાયર બદલવું પડ્યું. તો અન્ય એક વાહનચાલકે જણાવ્યું કે, રસ્તાના કારણે અમારા વાહનોને ઘણુ નુકસાન થઈ રહ્યું છે. ટોલ ટેક્સના રૂપિયા લેવામાં આવે છે, છતાં રસ્તાઓમાં કોઈ સુધારો થતો નથી.

'રસ્તા પર ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જાય છે'
એક વાહનચાલકે જણાવ્યું હતું કે, આ રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તા પર ખાડા પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. બાવળા પછી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓ બને છે, પરંતુ સ્થિતિ તમે જ જોઈ શકો છો. 

 

હાઈવે ધોવાતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ
રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવેની કામગીરી 2020થી ચાલી રહી છે. જે હજુ પણ પૂર્ણ નથી. હાઈવે બન્યા પહેલા જ ધોવાતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી થાય છે કે નહીં.

સળગતા સવાલ 

  • સિક્સલેન રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો?
  • રોડ બન્યા પહેલા જ કેવી રીતે ધોવાઈ શકે?
  • કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કર્યો?
  • કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી કેમ નથી થતી?
  • શું કોઈ મોટું માથું કોન્ટ્રાક્ટરનો બચાવ કરે છે?
  • હાઈવે બનાવવામાં ભ્રષ્ટાચાર થયો?
  • કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવા જેવી કામગીરી થશે?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ