બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gross negligence of ShantaBa Hospital, Amreli

અંધાપાકાંડ / અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો આરોગ્યમંત્રી સુધી પહોંચ્યો, ઋષિકેશ પટેલનું સામે આવ્યું નિવેદન

Dinesh

Last Updated: 11:14 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી; ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની ગયાના આક્ષેપ, હોસ્પિટલ પ્રશાસનને લુલો બચાવ કર્યો

  • અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી
  • ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની ગયાના આક્ષેપ
  • 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે: મંત્રી ઋષિકેશ પટેલ


અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાનું મોટો આરોપ સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ સંમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાનો ખુલાસો પણ સામે આવ્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યો છે તેમણે કહ્યું કે, શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે. તેમણે કહ્યું કે, સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાય છે અને બે દર્દીઓ સાજા થયા છે અને 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે તેમણે કહ્યું કે, 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.  2 ભાવનગર, 2 રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

હોસ્પિટલ પ્રશાસનનો લુલો બચાવ
અમરેલીની શાંતા બા ગજેરા હોસ્પિટલમાંમાં ઓપરેશન બાદ અંધાપોનો મામલો સામે આવ્યો છે જે બાબતે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયા નિવેદન સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આંખના ઓપરેશન બાદ દર્દીઓ ને ફોલોપ માટે બોલાવવામાં આવે છે અને કેટલાક દર્દીઓએ ફોલોપ ન લેવાના કારણે આંખમાં ઇન્ફેક્શન આવ્યું છે. તેમણે કહ્યું કે, 7થી 8 દર્દીઓ આવ્યા જેમને બહાર સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે તેમણે કહ્યું કે, રાજકોટ અને ભાવનગર દર્દીઓ ને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દર્દીઓએ ઓપરેશન બાદ કાળજી લેવાની હોય છે અને કાળજી ન લેતા ઇન્ફેક્શન આવ્યાનો હોસ્પિટલ પ્રશાસનનો લુલો બચાવ સામે આવ્યો છે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ