બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / great indian kapil sharma show sunil grover says lets avoid planes date revealed with promo

મનોરંજન / અંતે આતુરતાનો અંત... હવે ફાઇનલી કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર થયા એક, આ તારીખથી શરૂ થશે કૉમેડી શૉ

Last Updated: 12:22 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kapil Sharma Show: શૉનો પ્રોમો આવી ગયો છે અને કપિલની સાથે તેમની ગેંગ ફરી એક વખત લોકોને હસાવવા માટે તૈયાર છે. કપિલની સાથે રાજીવ ઠાકુર, કૃષ્ણા, કીકૂ શારદા અને અર્ચના પૂરણ સિંહ પ્રોમોમાં જોવા મળી રહ્યા છે.

ઈન્ડિયન કોમેડી ટીવી શૉના ફેંસ માટે એક ખુશ ખબર સામે આવી છે. જેની રાહ ઘણા વર્ષેથી જોવામાં આવી રહી હતી. કોમેડીના બે મોટા પિલર કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફાઈનલી સાથે આવવા માટે તૈયાર છે. કપિલ શર્મા હવે પોતાના શૉની સાથે ડિજિટલ થવા જઈ રહ્યો છે. પોતાની ગેંગની સાથએ હવે તે નેટફ્લિક્સ પર શો લઈને આવી રહ્યો છે જેનું નામ છે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'

આ શૉનો પ્રોમો આવ્યો છે અને કપિલની સાથે તેમની ગેંગ એક વખત ફરીથી હસાવવા માટે તૈયાર છે. કપિલની સાથે રાજીવ ઠાકુર, કૃષ્ણા, કીકૂ શારદા અને અર્ચના પૂરણ સિંહ પ્રોમોમાં જોવા મળી રહ્યા છે. પરંતુ પ્રોમોના એક ફ્રેમમાં ફરીથી સુનીલ ગ્રોવરનું જોવા મળવું તેને એક ધમાકેદાર શૉ હોવાની જાણકારી આપી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

સુનીલ અને કપિલ
'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ'ના પ્રોમોમાં કપિલની સાથે તેમના બધા સાથી સેટ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ લોકો બેસીને ડિસ્કશન કરી રહ્યા છે કે શૉનું અનાઉન્સમેન્ટ કેવી રીતે કરવામાં આવે કે ધમાકેદાર ઓપનિંગ થાય. અર્ચનાની સલાહ છે કે શૉનું અનાઉન્સમેન્ટ ટાઈમ્સ સ્ક્વોર-બિગ બેન-બુર્જ ખલીફા પર પોસ્ટરની સાથે કરી દેવામાં આવે. 

ત્યાં જ કૃષ્ણા જ્યારે ગેટવે ઓફ ઈન્ડિયાથી અનાઉન્સમેન્ટ કરવાની સલાહ આપે છે તો ચંદન પોતાના જુના સાથે સુનીલ ગ્રોવરને ઈન્ટ્રોડ્યુસ કરતા કહે છે કે તેમના આવવાથી શૉનું બજેટ વધી ગયું છે. જેવું આ ડિસ્કશનમાં સ્કાઈ-રાઈટિંગનો આઈડિયા આવ્યો સુનીલ ગ્રોવર તરત કહે છે- પ્લેનથી દૂર જ રહીએ આપણે...

વધુ વાંચો: તૈયાર થઇ જાઓ! માર્ચમાં બોક્સ ઓફિસ પર થશે ડબલ ધમાકા, આ ફિલ્મો મચાવશે ધમાલ

આ ઈશારો પ્લેનમાં કપિલ અને સુનીલના પંગાની તરફ હતો. આ પંગા બાદથી જ આ બન્ને કોમેડી સ્ટાર્સ ક્યારેય એક સાથે કોઈ પ્રોજેક્ટમાં જોવા નથી મળ્યા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma Sunil Grover great indian kapil show કૉમેડી શૉ ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શૉ great indian kapil sharma show
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ