બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / રાજકોટ / Grand royal wedding of rajkot businessman's son

રૉયલ વૅડિંગ / પૌરાણિક પટારાને યાદ અપાવતી રજવાડી કંકોત્રી! ગુજરાતી વ્યાપારીના દિકરાના ભવ્યાતિભવ્ય લગ્નનું કેવું છે આયોજન જુઓ

Kinjari

Last Updated: 09:54 AM, 13 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન એક જ વાર થાય છે અને તેને યાદગાર બનાવવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવે છે પરંતુ ગુજરાતી વ્યાપારીના દિકરાના લગ્નમાં 4 કિલોની કંકોત્રી છપાઇ છે અને લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

  • રાજકોટના ઉદ્યોગપતિના દિકરાના લગ્ન ઉમેદભવનમાં
  • બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકાએ પણ ઉમેદભવનમાં લગ્ન કર્યા હતા
  • કંકોત્રીની તસવીરો જોઇને આંખો ચાર થઇ જશે

ઉદ્યોગપતિના દિકરાના લગ્ન
રાજકોટ સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી અને સોનલબેન ઉકાણી ના સુપુત્ર જયના જાજરમાન શુભલગ્ન મોરબીની વિખ્યાત એવી આજવીટો ટાઈલ્સવાળા અરવિંદભાઈ પટેલ અને  શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદ ભવન પેલેસ ખાતે થવાના છે. આ તે જ ઉમેદભવન પેલેસ છે જ્યાં જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાના લગ્ન થયા હતા. 

 

 

3 દિવસના લગ્નના કાર્યક્રમો
કડવા પાટીદારઅગ્રણી મૌલેશભાઈ ઉકાણીના સુપુત્રના શુભલગ્નના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે. જેમ કે,14મી નવેમ્બરે મહેંદી રસમ, ભગવાન દ્વારકાધીશજીની આરતી યોજાશે. તેમજ રાત્રીના સમયે જાણીતી સિંગર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મન્સ આપશે. જયારે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રીના બોલીવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યુ છે.   જેમાં સચિન જીગર સહિતના કલાકારો ધૂમ મચાવશે. જયારે 16મીએ જાજરમાન લગ્ન યોજાશે.

PC : nick jonas instagram (અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા-સિંગર નિક જોનાસ)

જોધપુર ખાતે યોજાનાર આ મહાલગ્ન સમારોહ પ્રસંગે ઉમેદ ભવન પેલેસ ખાતેના તમામ રૂમ બૂક કરી દેવાયા છે. તેમજ અહીંની એક રજવાડી ગણાતી અજીત ભવન પેલેસ ખાતેના પણ તમામ જેટલા રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. આ રજવાડી જેવા લગ્ન સમારંભ માટે રાજકોટથી 3 ચાર્ટર ફલાઈટ ડાયરેકટ જોધપુર રાજસ્થાન જશે. આ લગ્નમાં વર પક્ષ અને કન્યા પક્ષ સહિત કુલ ૩૦૦ જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

PC : nick jonas instagram (અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા-સિંગર નિક જોનાસ)

મોંઘીદાટ થાળી
ઉમેદ ભવન પેલેસ ખાતે મહેમાનો માટે ખાસ પ્રકારના ભોજનીયા પીરસવામાં આવશે. તેની એક થાળીની કિંમત . 18 હજાર રૂ. જેટલી થાય છે. લકઝરીથી લથબથ એવાં આ લગ્ન  માટે રાજકોટથી સીધી જોધપુર માટે ત્રણ ચાર્ટર ફ્લાઈટ જશે- લગ્નમાં કન્યા -વર પક્ષનાં લોકો મળીને કુલ ૩૦૦ લોકોને આમંત્રણ અપાયું છે. કારણ કે, રાજસ્થાનમાં કોવિડને કારણે હાલ લગ્ન વગેરે સમારંભો માટે સંખ્યા પર સરકારી નિયંત્રણો છે.

ઉમેદભવનની ભવ્યતા
જોધપુરની ઉમેદભવન પેલેસને ભારતની સૌથી મોંઘી હોટેલ ગણવામાં આવે છે. અહીં 50 હજાર રૂપિયા પ્રતિ રાતથી નીચે રૂમ ચાર્જ છે. કેટલીક કેટેગરીનાં રૂમનું ભાડું  લાખોમાં છે. તો અહીંનાં હનીમૂન સ્યૂટનું ભાડું સાડા સાત લાખ પ્રતિ નાઈટ છે! આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સને સંચાલન માટે આપવામાં આવ્યો છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદસિંહ પરથી રખાયું છે. આ પેલેસમાં 347 ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનો શાહી નિવાસ છે. ઉમેદભવન પેલેસનું વૈભવી સંકુલ 26 એકરની જમીનમાં પથરાયેલું છે જેમાં 3.5 એકર પર મહેલ બંધાયેલો છે અને 15 એકર પર બગીચા છે.

- ધર્મેશ વૈદ્ય

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ