ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જ્યારે નૈનો યુરિયાની ઉપલબ્ધી વધી શકે છે. તેથી ફળદ્રુપતાની શક્તિ બચાવવામાં મદદ મળે છે. ખેડૂતોનો પૈસો, પરિશ્રમ અને સમય પણ બચાવશે.
નૈનો યૂરિયા પરની સબસીડી ઘટાડી શકે છે
નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ પર 225 રૂપિયાની બચત થશે
કંપનીઓ કિસાનોને નૈનો યૂરિયાનાં ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે
ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. જ્યારે નૈનો યુરિયાની ઉપલબ્ધી વધી શકે છે. તેથી ફળદ્રુપતાની શક્તિ બચાવવામાં મદદ મળે છે. ખેડૂતોનો પૈસો, પરિશ્રમ અને સમય પણ બચાવશે. ફર્ટિલાઈઝર સબસીડી ઓછી કરવાથી અને ફર્ટિલાઈઝરની ઉપલબ્ધતા વધારવા માટે સરકારે ફર્ટિલાઈઝર કંપનીયોને નૈનો યૂરિયાનું વેચાણ વધારવા માટેનો નિર્દેશ આપ્યો છે.
સરકાર પર સબસિડીનો બોજ ઘટાડી શકાય છે
સરકારનું કહેવું છે કે કંપનીઓએ નેનો યુરિયાનું વેચાણ વધારવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. તેનાથી સરકાર પર સબસિડીનો બોજ ઘટી શકે છે. આ સાથે યુરિયાની ઉપલબ્ધતા પણ વધી શકે છે.
ખેડૂતોને પણ બચત થશે
નેનો યુરિયાનો ઉપયોગ કરીને ખેડૂતોને પણ બચત થશે. ખેડૂતો માટે પ્રતિ થેલી 41 રૂપિયાની બચત શક્ય છે. નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ પર 225 રૂપિયાની બચત થશે.
નૈનો યૂરિયા પર કોઈપણ પ્રકારની સબસીડી નહી
યૂરિયાની સબસીડી વાળી બેગની કિંમત 266 રૂપિયા છે. ત્યાં જ નૈનો યૂરિયા પર પણ કોઈ પ્રકારની સબસીડી નથી. સરકારનું કહેવું છે કે કંપનીઓ કિસાનોને નૈનો યૂરિયાનાં ઉપયોગ માટે પ્રોત્સાહન આપે છે. રાજ્યાનાં કૃષિ નિર્દેશકોને પણ નૈનો યૂરિયાનાં ઉપયોગ વધારવા નિર્દેશ કર્યો છે.
યૂરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત ઝડપથી આગળ વધી રહ્યો છેઃPM
હાલમાં જ પ્રધાનમંત્રીએ નૈનો યુરિયાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદનનું માધ્યમ કહેતા કહ્યું હતું કે યૂરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે ભારત તેજીથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ અહીં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના પુસા મેળા ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય પીએમ કિસાન સન્માન સંમેલન 2022નું ઉદ્ઘાટન કર્યું અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16 હજાર કરોડ રૂપિયાનો 12મો હપ્તો આપ્યા બાદ પોતાના સંબોધનમાં આ વાત કહી.