બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / gold price today 02 december 2021 gold rate down silver rate also dip check latest price varpat

તમારા કામનું / ખુશખબર : લગ્ન સિઝનમાં સોનું થયુ સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, ચેક કરો આજના લેટેસ્ટ રેટ

Dharmishtha

Last Updated: 11:18 AM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની સીઝનમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનું રેકોર્ડ સ્તરથી 8400 રુપિયા સસ્તું થઈ ગયું છે.

  • MCX પર ચાંદીની કિંમત 0.05 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે
  • MCX પર સોનાના ભાવમાં 0.18 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો
  • સોનું રેકોર્ડ સ્તરથી 8400 રુપિયા સસ્તું થઈ ગયું છે

લગ્નની સીઝનમાં સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.18 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યારે ચાંદીની કિંમત 0.05 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.

જાણો શું છે સોના ચાંદીના ભાવ

ફેબ્રુઆરી ડિલીવરી વાલા સોનાની કિંમત આજે 0.18 ટકાના ઘટાડા સાથે 47, 785 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજે કારોબારમાં ચાંદી 0.05 ટકા નીચે આવી ગઈ. આજે 1 કિલો ચાંદીનો ભાવ 61, 278 રુપિયા છે.

રેકોર્ડ સ્તરથી 8400 રુપિયા સસ્તું થઈ ગયું છે

ઓગસ્ટ 2020ની સરખામણીએ  MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે આજે સોનું ઓગસ્ટ વાયદા  MCX રુ. 47,785 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી  8400 રુપિયા સસ્તું મળી રહ્યું છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ