બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / Gold jewelery and cash theft in Amraiwadi Ahmedabad

ક્રાઇમ / અમદાવાદના અમરાઇવાડીમાં દીકરીના લગ્ન માટે ભેગાં કરેલા રૂપિયા અને દાગીના લઇને તસ્કરો રફુચક્કર, માતાના અરમાનો પર ફરી વળ્યું પાણી

Malay

Last Updated: 04:15 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનામાં પતિને ગુમાવનાર વિધવા જ્યારે દીકરીને સ્કૂલે મૂકવા ગઈ ત્યારે તસ્કરોએ ચોરી કરીને તરખાટ મચાવ્યો હતો. હાલ આ મામલે અમરાઈવાડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

  • અમરાઇવાડીમાં ધોળા દિવસે સોનાના દાગીના અને રોકડની ચોરી
  • તસ્કરોએ બારીમાંથી ઘૂસીને ચોરીની ઘટનાને આપ્યો અંજામ
  • દીકરીના લગ્ન માટે ખરીદેલા દાગીના તસ્કરો ચોરી ગયા

અમદાવાદના શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાં ઘૂસીને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે. વિધવા તેની દીકરીને સ્કૂલે મૂકવા ગઇ હતી ત્યારે તસ્કરોએ બારીમાંથી ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. દીકરીનાં લગ્ન માટે મહિલાના પતિએ દાગીના વસાવ્યા હતા, જેને એક જ ઝાટકે તસ્કરો ચોરીને લઇ ગયા છે અને એક માતાનાં અરમાન અધૂરાં રહી ગયાં છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે વ્યાજખોરીની ફરિયાદ | amraiwadi  police station Constable usurer Complaint

તિજોરીમાંથી દાગીના અને રૂપિયાની ચોરી 
અમરાઇવાડી વિસ્તારમાં આવેલા નીલકંઠ રે‌સિડન્સીમાં રહેતાં પૂનમબેન પ‌િઢયારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. પૂનમબેન તેમની 12 વર્ષની દીકરી કેટરીના સાથે રહે છે અને તેમના પતિ દીપકભાઇને કોરોના થતાં મોત થયું હતું. પતિ દીપકભાઇ જીવતા હતા ત્યારે તેમણે પત્ની અને દીકરી માટે દાગીના વસાવ્યા હતા. પૂનમબેને દાગીના અને રૂપિયા તિજોરીમાં સાચવીને રાખ્યા હતા, જેને તસ્કરો ચોરીને લઇ ગયા છે.

ઘરનો સામાન હતો વેરવિખેર
ગઇકાલે બપોરે પૂનમબેન ઘરને લોક મારી દીકરીને સ્કૂલે મૂકવા માટે ગયાં હતાં. ત્યાર બાદ તે તેમની માતાને મળવા માટે ખોખરા સર્કલ ગયાં હતાં. બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પૂનમબેન જ્યારે ઘરે આવ્યાં ત્યારે મુખ્ય દરવાજો ખૂલતો નહોતો, જેથી આસપાસના લોકોએ પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પૂનમબેને રસોડાની ખુલ્લી બારીમાંથી જોયું તો ઘરનો સામાન વેરવિખેર હતો. પૂનમબેન બારી મારફતે ઘરમાં ગયાં અને જોયું તો પતિએ અપાવેલી છેલ્લી નિશાની એવા સોનાના દાગીના તેમજ રોકડની ચોરી થઇ છે.

અમરાઇવાડી પોલીસ શરૂ કરી તપાસ
તસ્કરો રસોડાની બારી મારફતે ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરી ખોલીને સોનાના દાગીના તેમજ રોકડ સહિત કુલ 3.37 લાખની મતાની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. પૂનમબેનના ઘરમાં ચોરી થતાંની સાથે તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કા‌લિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે, જ્યારે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ