બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ટેક અને ઓટો / godfather geoffrey hinton quits google warns ai danger

Geoffrey Hinton / AIના ગોડફાધરે Googleને કહ્યું અલવિદા, મનુષ્યના ફ્યુચર પર આપ્યું ચોંકાવનારું નિવેદન

Manisha Jogi

Last Updated: 02:09 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્ટને 75 વર્ષની ઉંમરે ગૂગલ (Google)માંથી રાજીનામું આપી દીધું છે અને AIના વધતા જોખમ બાબતે સાવચેત કર્યા છે. હિન્ટને AI ચેટબોટ્સ બાબતે જોખમની ચેતવણી આપી છે.

  • Geoffrey Hintonએ ગૂગલમાંથી રાજીનામું આપ્યું.
  • હિન્ટને AI ચેટબોટ્સ બાબતે જોખમની ચેતવણી આપી.
  • ટૂંક સમયમાં બુદ્ધિશાળી બની જશે.

Geoffrey Hinton નામ સાંભળ્યું જ હશે, પરંતુ AIની દુનિયામાં તેમને ગોડફાધર કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની દુનિયામાં Geoffrey Hinton નામની ચર્ચા થતી હોય છે. હિન્ટને 75 વર્ષની ઉંમરે ગૂગલ (Google)માંથી રાજીનામું આપી દીધું છે અને AIના વધતા જોખમ બાબતે સાવચેત કર્યા છે. Geoffrey Hintonએ ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમના કામ બાબતે પસ્તાવો પણ વ્યક્ત કર્યો છે. હિન્ટને AI ચેટબોટ્સ બાબતે જોખમની ચેતવણી આપી છે. Geoffrey Hinton જણાવે છે કે, ‘તેઓ આપણાં કરતા વધુ બુદ્ધિશાળી નથી, પરંતુ મારું માનવું છે કે, તેઓ ટૂંક સમયમાં બુદ્ધિશાળી બની જશે.’

શું કહે છે ગોડફાધર?
ડૉ.હિન્ટને ડીપ લર્નિંગ અને ન્યૂરલ નેટવર્કના રિસર્ચે AI સિસ્ટમની શરૂઆત કરી હતી. ChatGPT જેવા ફેમસ AI બોટ્સની શોધ હિલ્ટને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ચેટબોટ્સ મનુષ્યના મગજની જાણકારીના સ્તરને પાર કરી લેશે. 

Geoffrey Hinton જણાવે છે કે, ‘હાલમાં આપણે GPT-4 જેવી બાબતો જોઈ રહ્યા છીએ, જે સામાન્ય જ્ઞાનના મામલે એક સામાન્ય મનુષ્યને પણ મ્હાત આપી શકે છે. રિજનિંગ મામલે યોગ્ય નથી, પરંતુ સિંપલ રિજનિંગ કરી રહ્યા છે. પ્રોગ્રેસ રેટને જોતા લાગી રહ્યું છે કે, તમામ બાબતો ઝડપથી યોગ્ય બની જશે. આ કારણોસર આ બાબતને ધ્યાનમાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.’

કઈ બાબતનો ડર રહેશે?
ડૉ.હિન્ટને ખરાબ અભિનેતાઓની વાત કરી છે, જેઓ ખોટી બાબતો માટે AIનો ઉપયોગ કરી શકે છે. જે ખૂબ જ ખરાબ તબક્કો હશે. હિન્ટન જણાવે છે કે, કાલ્પનિક દ્રષ્ટીએ કોઈ ખરાબ વ્યક્તિ રોબોટ્સને ગોલ્સ ક્રિએટ કરવાની ક્ષમતા આપે તો શું થાય? ડૉ.હિન્ટને ચિંતા વ્યક્ત કરી છે કે, AI રોબોટ્સ ખુદને વધુ પાવરફૂલ બનાવવાનો ગોલ સેટ કરી શકે છે. આપણે જે પ્રકારે ઈન્ટેલિજેન્સ વિકસિત કરી રહ્યા છીએ, આ સિસ્ટમ તેના કરતા ખૂબ જ અલગ છે. આપણે એક બાયોલોજિકલ સિસ્ટમ છીએ અને તે ડિજિટલ સિસ્ટમ છે. 

આ બંને સિસ્ટમ ખૂબ જ અલગ છે. ડિજિટલ સિસ્ટંમમાં તમે તેના જેવી કોપી બનાવી શકો છો. આ કોપી અલગ અલગ સમયે અલગ અલગ વસ્તુ શીખી શકે છે. ઉપરાંત અન્ય લોકોને જાણકારી શેર કરી શકે છે. એક કોપી કંઈપણ શીખશે, તો તમામ કોપી આપમેળે તે સિસ્ટમ શીખી જશે. આ પ્રકારે ચેટબોટ્સ મનુષ્ય કરતા વધુ જાણકારી ધરાવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ