બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / અજબ ગજબ / Global Leader Approval list 2023: PM Modi stood first with 76 percent vote of most popular leader list

ગર્વ / 2023માં પણ PM મોદી અજેય, 76 ટકા રેટિંગ સાથે દુનિયામાં 'પાસ થયા પહેલા નંબરે' બાયડન-પુતિન પાછળ

Vaidehi

Last Updated: 08:02 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Global Leader Approval: ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર દુનિયાનાં સૌથી પોપ્યુલર નેતાનાં રૂપમાં પસંદ થયાં છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ લિસ્ટમાં તેમનું નામ સૌથી ટોપ પર છે.

  • ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ લિસ્ટનો અપડેટ જાહેર
  • 22 દેશોનાં નેતાઓમાં PM  મોદી ટોપ પર
  • 76% ની રેટિંગની સાથે લિસ્ટમાં અવ્વલ સ્થાન

PM મોદી ફરીએકવાર દુનિયાનાં સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ લિસ્ટમાં પીએમ મોદીને પ્રથમ સ્થાન મળ્યું છે. તેના માટે દુનિયાભરનાં લોકોએ તેમને દુનિયાનાં સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ગ્લોબલ લીડર માન્યાં છે.મોર્નિંગ કંસલ્ટની રેટિંગમાં  PM મોદીએ 22 દેશોનાં નેતાઓને પાછળ મૂકીને  Global Leader Approval માં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં પીએમ મોદીએ 76% ની રેટિંગની સાથે લિસ્ટમાં ટોપ કર્યું છે. આ લિસ્ટમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ શામેલ છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે ટ્વીટ કરી આપી માહિતી
કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ અને યુવા કાર્યક્રમ તેમજ ખેલમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક ટ્વીટ પોસ્ટ કર્યું જેમાં તેમણે લખ્યું કે PM નરેન્દ્ર મોદી 76% રેટિંગની સાથે સૌથી લોકપ્રિય નેતાનાં રૂપમાં આગળ છે.


કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ ટ્વીટમાં એક ફોટો પણ જોડ્યો હતો જેમાં PM મોદીને ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગમાં સૌથી આગળ દર્શાવ્યું છે. 

21 દેશોનાં દિગ્ગજ નેતાઓને છોડ્યું પાછળ
ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગની લિસ્ટ બિઝનેસ ઈંટેલિજેંસ કંપની, મોર્નિંગ કંસલ્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ કંપનીએ પોતાના લેટેસ્ટ સર્વેમાં આંકડાઓ જાહેર કર્યાં છે જેમાં PM  મોદી, જો બાઈડન, ઋષિ સુનક, લોપેઝ ઓબ્રેડોર સહિત દુનિયાભરનાં 22 મોટા નેતાઓનાં નામ શામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ નેતાઓને પાછળ મૂક્યાં છે.

જો બાઈડન 7માં સ્થાન પર
આ લિસ્ટમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન 41% વોટની સાથે 7માં સ્થાન પર છે જ્યારે બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનક 34% નાં વોટ સાથે 13માં સ્થાન પર છે. આ રેટિંગમાં દ્વિતીય સ્થાન પર મેક્સિકોનાં રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોર છે જેમને 61% વોટ મળ્યાં છે. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ 55% વોટની સાથે તૃતિય સ્થાન પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ