બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / Glacier lakes to burst and wreak havoc, threaten 3 million people in India, study reveals

સંશોધકો / ગ્લેશિયર સરોવરો ફાટશે અને મોટી તબાહી સર્જાશે, ભારતના 30 લાખ લોકો પર ખતરો, અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Vishal Khamar

Last Updated: 09:49 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનની ન્યૂ કેસલ યુનિ. ના વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ઘટસ્ફોટકર્યો છે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડનો સૌથી મોટો ખતરો ભારત, પાકિસ્તાન અને ચીન પર તોળાઈ રહ્યો છે.

  • ગ્લેશિયર સરોવરો ફાટશે અને મોટી તબાહી સર્જાશે
  • ભારતના ૩૦ લાખ લોકો પર ખતરો
  • ભારત, પાકિસ્તાન અને ચીન સહિત દુનિયાભરના ૧.૫૦ કરોડ લોકોનો જીવ જોખમમાંઃ અભ્યાસ

બ્રિટનની ન્યૂ કેસલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની રાહબરી હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)નો સૌથી મોટો ખતરો ભારત, પાકિસ્તાન અને ચીન પર તોળાઈ રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે જો ગ્લેશિયર સરોવરો ફાટશે તો મોટી તબાહી સર્જાશે. નેચર કોમ્યુનિકેશન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયેલા આ અભ્યાસ અનુસાર ગ્લેશિયર સરોવરોને લઈ ભારતની ૩૦ લાખ અને દુનિયાભરની ૧.૫ કરોડ લોકોની વસ્તી પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. 

સુનામી કે પ્રચંડ વિનાશક પૂર આવવાની શક્યતા પણ વધી જશે
દુનિયાભરની ગ્લેશિયર (હિમનદી) ઝડપથી પીગળી રહ્યા છે અને તેના દ્વારા જે સરોવરો સર્જાયાં છે તે ગમે તે ઘડીએ ફાટી શકે તેમ છે. અભ્યાસ અનુસાર જેમ જેમ ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે તેમ તેમ ગ્લેશિયરના મોટા મોટા ટુકડાઓ પીગળતા જાય છે અને તે સરોવરોમાં ફેરવાતા જાય છે. આ સરોવરો ગમે ત્યારે ફાટશે અને તેનાં ધસમસતાં પૂર અને કાટમાળ પહાડો પરથી નીચે આવશે અને તેનાથી સુનામી કે પ્રચંડ વિનાશક પૂર આવવાની શક્યતા પણ વધી જશે.

વર્ષ ૨૦૨૨માં ૧૬ ગ્લેશિયર ફાટવાની ઘટના બની હતી. સંશોધકોના જણાવ્યા અનુસાર ૧૯૪૧ બાદ પહાડો પર હિમસ્ખલનથી લઈ ગ્લેશિયર સરોવરો ફાટવાના કારણે ૩૦થી વધુ કુદરતી આફતો સર્જાઈ હતી, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.  આ અભ્યાસમાં દુનિયાની ૨.૧૫ લાખ જમીન આધારિત ગ્લેશિયરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ