બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / girl who was busy mobile phone committed suicide after her mother scolded Jasdan in Rajkot.

ચિંતાનો કિસ્સો / 'મોબાઈલ મૂકીને થોડી કામમાં મદદ કર...', માતાના આ શબ્દો લાગી આવતા જસદણની 17 વર્ષની દીકરીએ કરી લીધો આપઘાત

Kishor

Last Updated: 05:11 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જસદણ ખાતે મોબાઈલમાં વ્યસ્ત રહેતી તરૂણીને માતાએ ઠપકો આપતા તરૂણીએ આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે.

  • જસદણમાં મોબાઈલના વળગણએ લીધો તરૂણીનો જીવ
  • માતાએ ઠપકો આપતા તરૂણીએ કર્યો આપઘાત
  • જસદણ પોલીસે હાથ ધરી કાર્યવાહી

મોબાઈલનું વળગણએ આજની પેઢીના મોટા ભાગના લોકોની સમસ્યા છે. મોબાઇલની લત્તને લઈને અનેક જિંદગી મોતના ખપ્પરમાં હોમાય છે તેવો જ એક આંચકાજનક કિસ્સો રાજકોટ પંથકમાં સામે આવ્યો છે. જેમાં રાજકોટના જસદણમાં રહેતા એક પરિવારની 17 વર્ષની પુત્રી મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતી હતી જેંને લઇને તરૂણીને તેની માતાએ મોબાઈલ મૂકી ઘર કામ કરવા બાબતે શિખામણ આપી હતી. જે બાબતે તરુણીને મનમાં લાગી આવતા તેણીએ એસિડ ગટગટાવી આયખું ટૂંકાવી લીધું હતું. જેંને પગલે અરેરાટી મચી જવા પામી હતી.

તરૂણીએ એસિડ ગટગટાવી આયખું ટૂંકાવ્યું 
જસદણના લાતી પ્લોટ વિસ્તારમાં રહેતી તરૂણી ઘરકામને બદલે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી. આથી તેણીની માતાએ મોબાઈલ મુકી ઘર કામમાં મદદ કરવાનું કહ્યું હતું. જે દરમિયાન બંને વચ્ચે રકઝક થઇ હતી. ત્યારબાદ આ બાબતે લાગી આવતા તરુણીએ એસિડનું ડબલું લઈ બાથરૂમમાં જઈ એસિડ ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તે બાથરૂમમાં ઢળી પડતાં પરિવારને જાણ થઇ હતી. જેથી તેણીને બેભાન હાલતમાં સારવાર અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂર જાણતા તાબડતોબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.   

જસદણ પોલીસે કાર્યવાહી આગળ ધપાવી 
જ્યાં સારવાર કારગત ન નિવડતા તેણીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. તરૂણીએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેચતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.આ મામલે જસદણ પોલીસે હોસ્પિટલ ખાતે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી હતી. તરૂણીના મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે પરિવારજનોનું નિવેદન લઈ કાર્યવાહી આગળ ધપાવી હતી. તરૂણીના મોતને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ