બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Get speak! Millions of foreign liquor spilled from milk tanker, bootlegger's game overturned before Diwali

ભેજાબાજ / લ્યો બોલો! દૂધના ટેન્કરમાંથી નિકળ્યો લાખોનો વિદેશી દારૂ, દિવાળી પહેલાં બુટલેગરનો ખેલ પડ્યો ઊંધો

Mehul

Last Updated: 05:42 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળી પહેલાં ગાંધીનગર પોલીસે અમદાવાદના બુટલેગરનો ખેલ ઊંધો પાડી દેતાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી દીધો છે. રાજસ્થાન બોર્ડર વટાવીને દારૂ અમદાવાદમાં આવતો હતો

  • દૂધના ટેન્કરમાંથી મળેલો લાખોનો દારૂ 
  • પોલીસે બુટલેગરનો ખેલ ઊંધો પાડ્યો
  • આ વાહનને પોલીસે કેમ ચેક ના કર્યું?

દિવાળી નજીક આવી રહી છે ત્યારે બુટલેગર્સે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં ઉતારવા માટેનો પ્લાન કરી દીધો છે. બુટલેગર્સના આ પ્લાન ઉપર પોલીસ પાણી ફેરવવા માટે તૈયાર છે જ્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની દિવાળી સુધારવા માટે મક્કમ છે. દિવાળી પહેલાં ગાંધીનગર પોલીસે અમદાવાદના બુટલેગરનો ખેલ ઊંધો પાડી દેતાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી દીધો છે. રાજસ્થાન બોર્ડર વટાવીને દારૂ અમદાવાદમાં આવતો હતો અને પોલીસે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. 

રાજસ્થાનથી આવ્યું હતું દૂધનું ટેન્કર 

ગાંધીનગરના સોનીપુર - કોલવડા રોડ પરથી એલસીબી ટીમે બે દિવસ પહેલાં અમૂલ દૂધનાં ટેન્કરમાંથી 7,668 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ત્યારે ડ્રાઇવર ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જોકે પોલીસે દારૂની ગાડીનું પાઈલ‌િટંગ કરી રહેલા અર્ટિંગા કારના ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો તેમજ બે વાહનો મળીને કુલ 15.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂના જથ્થાના આ ચકચારી કિસ્સામાં ગાંધીનગર સિવાય અન્ય જિલ્લા પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા થાય છે. 
રાજસ્થાનથી દારૂનો જથ્થો અમદાવાદ સુધી પહોંચે છે. ત્યાં સુધીમાં બે ત્રણ જિલ્લા બદલાય છે. જિલ્લા પોલીસની ધોંસે વધતાં બુટલેગર વિદેશી દારૂની હેરફેર માટે અવનવા કીમિયા અજમાવી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતા હોય છે. અમૂલ દૂધનાં ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચે તે પહેલાં જ એલસીબી દ્વારા ઝડપી લઈ આ કીમિયો પણ નાકામ કરી દેવામાં આવ્યો છે.

પોલીસની નજર ચૂકવવાની ચાલ 

રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં પેથાપુર પોલીસ સહિત ગાંધીનગરની તમામ પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે દારૂની હેરાફેરી ઝડપી કરવા માટે અમદાવાદી બુટલેગરે પ્લાન બનાવ્યો હતો. જોકે એલસીબીની ટીમને ચોક્કસ બાતમી મળતાંની સાથે જ તે એલર્ટ થઇ ગઈ હતી અને પેથાપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન એલસીબી પીઆઈ જે.એચ. સિંધવને બાતમી મળી હતી કે, સોનીપુર - કોલવડા રોડ પરથી અમૂલ દૂધનાં ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ રવાના થવાનો છે.

કારી ના ફાવી 

એલસીબીની ટીમે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવીને અમૂલ દૂધનાં ટેન્કરને ઝડપી લીધું હતું. જેમાં તપાસ કરતાં પોલીસને અંદરથી અલગ અલગ બ્રાન્ડની 7,668 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જો કે ગાડીનો ડ્રાઈવર પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી જવામાં સફળ રહ્યો હતો.

ટેન્કરનું ક્યાંય ના  થયું ચેકિંગ 

બીજી તરફ અમૂલ દૂધનાં ટેન્કરમાં ભરેલ વિદેશી દારૂના જથ્થાને સહી સલામત રીતે અમદાવાદ પહોંચાડવા માટે પાઈલટિંગ કરતી અર્ટિંગા કાર સાથે ડ્રાઇવર કલ્પેશ ધીરુભાઈ વાઘેલાને (રહે. હંસ પ્રતાપ સોસાયટી, નવી સિવિલ હોસ્પિટલ પાછળ, શાહીબાગ) ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછતાછમાં અમદાવાદના સોનુ સિંધીએ રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વિદેશી દારૂની બોટલોનો જથ્થો, અમૂલનું ટેન્કર અને કાર મળીને કુલ રૂ. 15,05,948નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે અમદાવાદના સોનુ સિંધીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે જ્યારે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે દારૂનો જથ્થો બોર્ડર વટાવીને ગુજરાતમાં આવ્યો ત્યારે પોલીસે તેને ચેક કેમ નથી કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ