બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gay Prince Manvendrasinh Gohil married his years old partner Richards

સમલૈગિંક લગ્ન / લાગણીનો તાંતણો: રાજપીપળાના ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે કર્યા લગ્ન, જુઓ PHOTOS

Khyati

Last Updated: 05:24 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજપીપળાના ગે (સમલૈંગિક) કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે કર્યા લગ્ન

  • રાજપીપળાના ગે સમલૈંગિક પ્રિન્સે કર્યા લગ્ન
  • પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા
  • અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતે કર્યા લગ્ન 

માનવેન્દ્રસિંહ ગોહિલ- ડીએન્ડ્રે રિચર્ડ્સએ કર્યા લગ્ન

રાજપીપળાના ગે (સમલૈંગિક) કુંવર અને રાજવી પરિવારના સભ્ય એવા માનવેંદ્રસિંહ ગોહીલે પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા. ડીએન્ડ્રે રિચર્ડ્સ આ અંગે ફોટોસ શેર કર્યા હતા. જેમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે.

સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને આપી માહિતી 

માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહી રહ્યા છે. આ બંનેએ લગ્ન કર્યા હોવાની વાત અનેકવાર કરી હતી પરંતુ ક્યારેય તેમણે લગ્ન કર્યા હોવાની વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં રિચર્ડ્સે મેરેજ કર્યા હોવાની કબૂલાત કરી છે.

 બંનેના લગ્નના ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ પણ સોશિયલ મીડિયામાં મુક્યું છે. 6 જુલાઇના રોજ તેઓ લગ્ન કર્યા હોવાનું સર્ટીમાં જોવા મળી રહ્યું છે જેમાં લગ્ન સ્થળ અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ દર્શાવવામાં આવ્યું છે. 

દેશના પ્રથમ ગે(સમલૈંગિક) પ્રિન્સ

મહત્વનું છે કે  રાજપીપળાના 'ગે' (સમલૈંગિક) પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ કદાચ દેશના પહેલા એવા રાજકુમાર છે, જેમણે 'ગે' હોવાની વાત પોતેજ સ્વીકારી હતી. ત્યારબાદથી માત્ર ગુજરાતમાં જ નહીં હવે દેશ-વિદેશમાં પણ માનવેન્દ્ર 'ગે' પ્રિન્સના રૂપમાં ઓળખવા લાગ્યા છે. તે સમલૈંગિકના લાભ માટે કોઈને કોઈ કાર્યો કરતા જ રહે છે. રાજપીપળામાં સમલૈંગિક માટે એક વૃદ્ધાશ્રમ પણ શરૂ કર્યો છે. આ આશ્રમનું નામ અમેરિકન લેખિકા 'જેનેટ' પર રાખવામાં આવ્યું છે. આ ભારત જ નહીં પરંતુ આખા એશિયાનું પહેલું 'ગે' આશ્રમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ