બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Gautam Gambhir got angry at the chants of Kohli...Kohli..., made an obscene gesture

વાયરલ / કોહલી...કોહલી...ના નારા લાગતા ગુસ્સે ભરાયો ગૌતમ ગંભીર, દર્શકોને કાર્ય અશ્લીલ ઇશારા, જુઓ VIDEO

Kishor

Last Updated: 08:22 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટના મેદાનમાં ગંભીર પસાર થતો હતો તે વેળાએ કોહલી...કોહલી... ના નારા લાગતા ગંભીરે ગુસ્સામાં એવો ઈશારો કર્યો કે તે ચર્ચામાં આવ્યો છે. જાણો સમગ્ર મામલો આ અહેવાલમાં !

  • આકરા સ્વભાવને લઈ જાણીતો પૂર્વ ક્રિકેટર ગંભીર ચર્ચામાં આવ્યો
  • કોહલી-કોહલીના નારા લાગતા ગંભીરે કર્યો આવો ઈશારો
  • બને વચ્ચે ચાલી રહી છે લડાઈ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર પોતાના આકરા સ્વભાવને લઈને જાણીતા છે. છાશવારે તેઓ ચર્ચામાં રહેતા હોય છે. તેવામાં વધુ એક વખત એનો ગુસ્સો સામે આવ્યો છે. હાલ ગંભીર એશિયા કપ-2023માં ગંભીર કોમેન્ટ્રી કરી રહ્યો છે. ત્યારે આજે સોમવારે ભારત અને નેપાળ વચ્ચે મેચ રમાઈ રહી હતી. ત્યારે ગ્રાઉન્ડ પરથી ગંભીર પરત ફરી રહ્યો હતો આ વેળાએ લોકોએ કોહલી-કોહલીના નારા લગાવ્યા હતા.

 ગંભીર ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે કોહલી-કોહલીના નારા લાગતા તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એટલું જ નહીં તેણે મિડલ ફિંગર બતાવી ઈશારો કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોહલી અને ગંભીર વચ્ચે 2013થી વાંધો ચાલી રહ્યો છે. જે આઈપીએલમાં પણ લડી પડયા હતા. 


અગાઉ IPL-2023માં થઈ હતી માથાકૂટ

IPL-2023માં બંને ખેલાડી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. બાદમાં બને વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. IPLમાં ગંભીર લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો અને વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાંથી રમતો હતો. આ મેચમાં નવીન ઉલ હક અને કોહલી વચ્ચે માથાકૂટ બાદ ગંભીરે હસ્તક્ષેપ કરતા આ બને વચ્ચે પણ મોટાપાયે બોલાચાલી થઈ ગઈ હતી.


વાત 2013ની છે

બંનેની લડાઈ ખૂબ જૂની છે. વાત 2013 ની છે જ્યારે કોહલી બેંગ્લોરનો કેપ્ટન હતો અને ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો, આ દરમિયાન મેચમાં કોહલીના આઉટ થતા ગંભીર કઈક કોમેન્ટ પાસ કરી હતી બાદમાં કોહલીએ જવાબ આપ્યો અને પછી ગંભીર ગુસ્સે થયા બાદ લડવા લાગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ