બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Ganesh Chaturthi 2023 treat your Ganeshji with modak, adopt this trick and get abundant blessings of Gajananda.

રેસિપિ / આજે ગણેશ ચતુર્થીએ બાપ્પાને ધરાવો મોદકનો ભોગ, અપનાઓ આ ટ્રીક ને મેળવો ગજાનંદના ભરપૂર આશીર્વાદ

Megha

Last Updated: 11:59 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગણેશ ચતુર્થી છે અને સામાન્ય રીતે હિન્દુ તહેવારોમાં જેટલો મહિમા ભજન અને ભક્તિનો છે તેટલો જ મહિમા પ્રસાદનો પણ છે. બસ તો આજે જ નોંધી લો આ સ્વાદિષ્ટ મોદકની રેસિપી..

  • ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે
  • જેટલો મહિમા ભજન અને ભક્તિનો છે તેટલો જ મહિમા પ્રસાદનો પણ છે
  • આજે જ નોંધી લો આ સ્વાદિષ્ટ મોદકની રેસિપી

ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રના લગભગ દરેક શહેરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.  ગણેશ ચતુર્થીના દિવસે લોકો 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરે છે અને દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની માંગ કરે છે. 

આજે ગણેશ ચતુર્થી છે અને સામાન્ય રીતે હિન્દુ તહેવારોમાં જેટલો મહિમા ભજન અને ભક્તિનો છે તેટલો જ મહિમા પ્રસાદનો પણ છે. આથી રોજ અવનવા પ્રસાદ તો ભગવાનને ધરાવવા જ પડે. બસ તો આજે જ નોંધી લો આ સ્વાદિષ્ટ મોદકની રેસિપી અને પછી ટ્રાય કરો તમારા રસોડે.

માવા મોદક ચોકલેટી
સામગ્રી -કવર માટે
- 1 કપ ચોખાનો લોટ 
- 1/2 કપ મેંદો  
- 2 ટી સ્પૂન ઘી
- 1 ચપટી મીઠું
- ઘી જરૂર પ્રમાણે

સ્ટફિંગ માટેની સામગ્રી 
- 1 કપ માવો  
- 1/2 કપ ખાંડ 
- 1/2 કપ છીણેલી ચોકલેટ
- ચોકલેટ સોસ જરૂર પ્રમાણે

રીત
સૌપ્રથમ માવો થોડો સેકી લો. ઠંડો કરો તેમજ ચોકલેટ અને ખાંડ મિક્સ કરો. કવર સામગ્રી મિક્સ કરીને ગૂંથી લો અને પુરીઓ વણીને તૈયાર કરી લો. ત્યાર બાદ ભરવાની સામગ્રી તેમાં ભરી દો. મોદક તૈયાર કરો. ઘી ગરમ કરો અને બધા મોદક ધીમા તાપ પર તળી લો અને પછી ગણપતિજીને ભોગ લગાવો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi 2023 Ganesh chaturthi special Modak Modak mawa modak chocolaty ગણેશ ચતુર્થી 2023 માવા મોદક ચોકલેટી મોદક રેસીપી Ganesh Chaturthi 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ