બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar fake call letter scam: 10 candidates revealed to be from Dahod from the call letters received from the accused

ઘટસ્ફોટ / ગાંધીનગર નકલી Call Letter કૌભાંડ: આરોપીઓ પાસેથી મળેલા કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદના હોવાનો ખુલાસો

Malay

Last Updated: 09:47 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar fake call letter scam: ગાંધીનગરમાં નકલી સરકારી દસ્તાવેજો બનાવનાર આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર છે, તેઓની પૂછપરછમાં કોલ લેટર લેનારા દાહોદ જિલ્લાના 10 લોકોની ઓળખ થઇ છે.

  • નકલી કોલ લેટર કૌભાંડ મામલે પોલીસ તપાસ તેજ
  • તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોની ઓળખ 
  • સરકારી મકાનમાંથી મળી આવ્યા હતા 23 કોલ લેટર

Gandhinagar fake call letter scam: ગાંધીનગર નકલી કોલ લેટર કૌભાંડમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ નકલી કોલ લેટર કૌભાંડમાં વધુ 10 લોકોની ઓળખ થઈ છે. પોલીસની તપાસમાં દાહોદ જિલ્લાના 10 લોકોના નામ સામે આવ્યા છે. આરોપીઓ પાસેથી મળેલા 23 કોલ લેટરમાંથી 10 ઉમેદવારો દાહોદ જિલ્લાના હોવાનું સામે આવ્યું છે.  હાલ પોલીસ દ્વારા તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગાંધીનગર પોલીસને સેક્ટર-28ના સરકારી મકાનમાંથી નકલી કોલ લેટર મળી આવ્યા હતા. 

શું છે સમગ્ર મામલો?
ગાંધીનગર સેક્ટર 21 પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગર સેક્ટર 28 ખાતે આવેલા સરકારી મકાનમાં રહેતો પ્રકાશચંદ્ર વિકાસચંદ્ર દાતણીયા દારૂ વેચે છે. આ દારૂના જથ્થાને તે પોતાના ઘરે જ રાખે છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન મળી આવેલી વસ્તુઓ જોઈને પોલીસની ટીમ ચોંકી ગઈ હતી.

પોલીસને મળી આવ્યા હતા નકલી નિમણૂક પત્રો
પ્રકાશચંદ્રના ઘરેથી પોલીસને બનાવટી સરકારી ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરેથી ફોરેસ્ટ, પોલીસ વિભાગના અને પ્રવાસન નિગમના નકલી નિમણૂક પત્રો મળી આવ્યા હતા. જે બાદ મોટા કૌભાંડની આશંકાએ પોલીસે પ્રકાશચંદ્રની ધરપકડ કરી હતી. જે બાદ આ કૌભાંડમાં સામેલ જયમીન નરેન્દ્રભાઈ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

પૈસા લઈને નિમણૂંક પત્રો આપતા હોવાનો ખુલાસો
જે બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પ્રકાશ દોઢ વર્ષ પહેલા સ્વર્ણિમ સંકુલમાં રોજમદાર તરીકે નોકરી કરતો હતો. આરોપી રૂપિયા 1 થી 5 લાખ લઇને નિમણૂક પત્રો આપતો હોવાનો ખુલાસો હતો. તેના ઘરેથી ગાંધીનગર SP કચેરીના પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. 

કોર્ટે મંજૂર કર્યા છે 9 દિવસના રિમાન્ડ
પ્રકાશચંદ્ર દાતણીયા અને જયમીન નરેન્દ્રભાઈ પટેલની ધરપકડ કરાયા બાદ પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જોકે, કોર્ટે બંને આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ આ બંને રિમાન્ડ પર છે, તેઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપીઓની ચાલી રહી છે પૂછપરછ
આ મામલે સેક્ટર 21 પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.એસ.ડામોરે કહ્યું કે, પ્રકાશચંદ્ર દાતણીયાના ઘરેથી 23 કોલ લેટર મળી આવ્યા છે. આ કૌભાંડમાં કેટલાં લોકો સંડોવાયેલા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ