બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

VTV / g20 summit new delhi russia rt slams westers media for the coverage of g20 and pm modi

G20 Summit / ભારતનું આયોજન શાનદાર પણ પશ્ચિમી મીડિયાને માત્ર નેગેટિવ સમાચાર દેખાયા: રશિયન અખબારે G 20 મુદ્દે વેસ્ટર્ન વર્લ્ડને લગાવી ફટકાર

Arohi

Last Updated: 01:22 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit: ભારત G20 Summitને લઈને વિશ્વના કેન્દ્રમાં છે. તેને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ખૂબ જ કવરેજ જેવા મળી રહ્યું છે. જોકે ભારતને લઈને અમુક નકાપાત્મક ખબરો પણ ચાલી રહી છે જેને લઈને રશિયાની સરકારે બ્રાડકાસ્ટરને પશ્ચિમી મીડિયાને ફટકાર લગાવી છે.

  • G20 Summitને લઈને વિશ્વના કેન્દ્ર સ્થાને ભારત 
  • પણ પશ્ચિમી મીડિયાને માત્ર નેગેટિવ સમાચાર દેખાયા
  • રશિયન અખબારે G 20 મુદ્દે વેસ્ટર્ન વર્લ્ડને લગાવી ફટકાર

આખી દુનિયાની નજર ભારત પર છે કારણ કે ભારત પહેલી વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સંગઠન જી20ની યજમાની કરી રહ્યું છે. 9-10 સપ્ટેમ્બરની વચ્ચે આયોજીત થઈ રહેલા શિખર સમ્મેલનમાં દુનિયાના તમામ મોટા નેતા શામેલ થઈ રહ્યા છે. જી20 આયોજન માટે ભારતે શાનદાર તૈયારી કરી છે. જેની ચર્ચા ભારત જ નહીં આખી દુનિયાના મીડિયામાં થઈ રહી છે. 

પરંતુ આ વચ્ચે પશ્ચિમી મીડિયામાં કંઈક એવી ખબરો સામે આવી રહી છે જેમાં આયોજનને ધ્યાનમાં રાખીને દિલ્હીના સુશોભન માટે અમુક ઝુપડાઓ તોડવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તેને લઈને રશિયાની સરકારી બ્રોડકાસ્ટર રસિયા ટીવીએ પશ્ચિમી મીડિયાને ફટકાર લગાવી છે. 

પશ્ચિમી મીડિયાએ નકારાત્મક ખબરોને આપી પ્રાથમિકતા 
આરટીએ પોતાના એક ઓપિનિયન લેખમાં કહ્યું છે કે ભારત શાનદાર રીતે જી20 શિખર સમ્મેલનનું આયોજન કરી રહ્યું છે પરંતુ પશ્ચિમી મીડિયાની ખબરોમાં આ આયોજનને લઈને ફક્ત નકારાત્મક ખબર ચાલી રહી છે. 

આરટીએ લખ્યુ, "પશ્ચિમી પત્રકારોએ ફક્ત ગરીબો અને વંચિતો પર ફોકસ રાખ્યું અને તેના પર રિપોર્ટ કર્યું છે કે કેવી રીતે ભારતીય અધિકારીઓએ જી20 શિખર સમ્મેલન પહેલા ગરીબ વસ્તીઓને હટાવવા માટે અભિયાન ચલાવ્યું, અહીં આ વાતનું પ્રમાણ છે કે નોન-પશ્ચિમી દેશોના વિશે કંઈક પણ લખી નાખવું કેટલું સરળ છે. તેમણે પોતાના કવરેજને ફક્ત નકારાત્મક સ્ટોરી સુધી જ સીમિત રાખ્યું છે."

રશિયન મીડિયાએ આગળ લખ્યું કે આ વર્ષે ભારતે દરેક 28 રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોના 60 શહરોમાં જી-20ની 220 બેઠક થઈ ચુકી છે. જેને ભારતે સફળતાપૂર્વક સંપન્ન કર્યું છે. આ આયોજનમાં અમુક ખામીઓ હતી જે મોટાભાગના દેશોની બેઠકોમાં હોય છે. પરંતુ ભારતના આયોજનને હ્યૂમન સેંટ્રિક રાખવામાં આવ્યું છે જેમાં મોટા સમુહોએ ભાગ લીધો છે અને માટે ભારતની સરાહના પણ થઈ. ભારતમાં બીજેપીની વિપક્ષી આમ આદમી પાર્ટીએ પણ આ આયોજનને લઈને કેન્દ્ર સરકારના વખાણ કર્યા છે. 

પશ્ચિમી મીડિયા ગ્લોબલ સાઉથને અજાણ્યાની જેમ જુએ છે 
આરટીએ લખ્યું કે પશ્ચિમી મીડિયા ગ્લોબલ સાઉથ જેના મુખિયા ભારત છે કે દેશોને પરિચિત અજનબિયોની જેમ જુએ છે જેનું ઉદાહરણ જી20ના કવરેજમાં જોવા મળી રહ્યું છે. 

આરટીએ પશ્ચિમી મીડિયાને પશ્ચિમી દેશોની હકીકત જણાવતા લખ્યું, "પશ્ચિમના મોટાભાગના અમીર દેશોમાં પણ લાખો ગરીબ છે અને એક કુલીન અમીર વર્ગ છે. અહીંના દેશોમાં આવક અસમાનતા રેકોર્ડ ઉંચાર પર છે. ઘણા મીડિયાને આ ટાઈપકાસ્ટિંગથી વધારે પાઠક મળે છે અથવા આ તેમની સંસ્થાનવાદી માનસિકતાનું ઉદાહરણ છે? "

PM મોદી પર રિપોર્ટ માટે રશિયન મીડિયાએ વોશિંગટન પોસ્ટને લગાવી ફટકાર 
રશિયન બ્રોડકાસ્ટરે અમેરિકાના મુખ્ય ન્યૂઝપેપર વોશિંગટન પોસ્ટની એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા લખ્યું, વોશિંગટન પોસ્ટે પોતાના એક લેખમાં લખ્યું છે કે કેવી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક કાર્યક્રમ જી20ને પોતાની રિબ્રાંડિંગ માટે ઉપયોગ કર્યો છે. 

લેખમાં કહેવામાં આવ્યું છે. "દેશભરમાં બિલબોર્ડ પર પ્રધાનમંત્રીનો ચહેરો ચોંટાડી દીધો હતો. તેનો સંદેશ સરળ છે, દુનિયાના ખાસ નેતાઓની મેજબાની કરીને ભારત એક વિશ્વ શક્તિના રૂપમાં ઉભર્યું છે. અને મોદી જ એ વ્યક્તિ છે જે દેશને ત્યાં સુધી લઈ ગયા છે. પરંતુ હકીકત થોડી અલગ છે. જી20ની અધ્યક્ષતા દરેક સદસ્ય દેશને મળે છે જેમકે ઈન્ડોનેશિયાને ગયા વર્ષે મળી હતી." 

વોશિંગટન પોસ્ટના લેખના સંબંધમાં આરટીએ લખ્યું, "દુનિયાભરના નેતા આવા આયોજનોનો ઉપયોગ પોતાને બીજા દેશના નેતાઓના સામે સારી રીતે પ્રદર્શિત કરવા અને પોતાના વોટર્સને આકર્ષિત કરવા માટે કરે છે અને ભારત તો વર્ષ 2000થી જ આ એક અભિયાન ચલાવી કહ્યું છે- અતુલ્ય ભારત. વિશ્વભરના નેતા આ પ્રકારના વૈશ્વિક સમ્મેલનો અથવા કોઈ પ્રાકૃતિક આપત્તીના સમયે લાઈમલાઈટમાં આવે છે. તો પછી ભારતીય નેતાના મામલામાં આટલી નારાજગી કેમ?"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ