બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / વડોદરા / F.Y.B.Com classes have not yet started in Gujarat's A+ University

હદ થઈ ગઈ! / ગુજરાતની A+ યુનિ.માં હજુ F.Y.B.Comના ક્લાસ ચાલુ નથી થયા, રિઝલ્ટમાં એવા ધાંધિયા કે વિદ્યાર્થીઓ પરેશાન

Malay

Last Updated: 07:00 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં એડમિશનમાં ધાંધિયા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી વિદ્યાર્થીઓના FY અને SY Bcomના પરિણામો પણ જાહેર કરાયા નથી.

  • A+ ગ્રેડ મેળવનાર યુનિવર્સિટીમાં એડમિશનના પણ ધાંધિયા
  • F.Y., S.Y. B.Comના પરિણામ હજુ સુધી નથી આવ્યા
  • આગળના વર્ષમાં એડમિશન વગર જ વિદ્યાર્થી અભ્યાસ કરે છે

અનેકવાર વિવાદોમાં આવતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટીને લઇને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. NAAC રેન્કિંગમાં A+ ગ્રેડ મેળવનાર વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં એડમિશનમાં ધાંધિયા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હજુ સુધી વિદ્યાર્થીઓના FY અને SY Bcomના પરિણામો પણ જાહેર કરાયા નથી. પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ આગળના વર્ષમાં એડમિશન વગર જ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ વિષય પસંદગી વગર અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ નેતા અને સેનેટ સભ્ય અમરભાઈ દ્વારા વાઈસ ચાન્સેલરને લેખિતમાં રજૂઆત કરવામાં છે.

'ફર્સ્ટ સેમિસ્ટરની પરીક્ષા યોજાશે કે નહીં તેને લઈને વિદ્યાર્થી અવઢવમાં'
આ અંગે અમરભાઈએ જણાવ્યું કે, 'મહારાજા સંયાજીરાવ યુનિવર્સિટીની સૌથી મોટામાં મોટી એવી કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓ જે મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે. તે માટે અમે વારંવાર રજૂઆત કરી છે. એવી જ રીતે આ વર્ષે પણ આજે ફર્સ્ટ સેમિસ્ટરની પરીક્ષા આવવાના આરે છે. પરંતુ હજુ સુધી એફવાય બીકોમના ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓ પણ અવઢવમાં છે કે ફર્સ્ટ સેમિસ્ટરની પરીક્ષા યોજાશે કે નહીં. મિડ સેમની પરીક્ષા આવવાના આરે છે, મિડ સેમની પરીક્ષા હજુ સુધી લેવાઈ નથી. એવી જ રીતે SY Bcom, TY Bcom એડમિશનની પ્રક્રિયા હજુ ચાલુ કરાઈ નથી. આ બાબતે અમે વાઈસ ચાન્સેલરને લેખિતમાં રજૂઆત કરી છે.'

વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતિત: સેનેટ સભ્ય
તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વાલીઓ ચિંતિત છે. અમારી રજૂઆત એ છે કે વહેલામાં વહેલી તકે એફવાયના વર્ગો શરૂ કરવામાં આવે, સમયસર તેમની પરીક્ષા લેવામાં આવે.  SY-TY Bcomના એડમિશન ક્યારે શરૂ કરાશે તેવી પણ માંગ કરાઈ છે.

એકેડમિક કેલેન્ડર બહાર પાડવાની માંગ
સેનેટ સભ્ય અમરભાઈએ જણાવ્યું કે, આજે અમે એ પણ માંગણી કરી છે કે, દર વર્ષે બહાર પાડવામાં આવતું એકેડમિક કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી, તેને તાત્કાલિક બહાર પાડવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ