બેંક ગ્રાહકો માટે એક હાઇ એલર્ટ છે. 1લી જાન્યુઆરીથી આપનું જૂનું એટીએમ કાર્ડ અને ચેકબુકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ થઇ જશે. ભારતીય રિઝર્લ બેંક (RBI) દ્વારા આપવામાં આવેલ આદેશ બાદ હવે દરેક બેંક પોતાનાં ગ્રાહકોને આ કાર્ય કરવા માટે સંદેશો પાઠવી રહેલ છે.
SBI સૌ પહેલાં કરશે બંધઃ
જો કે ભારતીય સ્ટેટ બેંક (SBI) પહેલેથી જ આ પ્રકારની ચેકબુકનો ઉપયોગ બંધ કરી દેશે. હવે SBIનાં ગ્રાહક 12 ડિસેમ્બરથી જૂની ચેકબુકનો ઉપયોગ નહીં કરી શકે. SBIએ ચેક બુક સરેન્ડર કરવા અને નવી ચેકબુક રજૂ કરવા માટે ગ્રાહકોને મેસેજ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે.
RBIએ અંદાજે 3 માસ પહેલા બેંકોને આદેશ આપતા કહ્યું કે 1લી જાન્યુઆરી 2019થી નોન સીટીએસ ચેક બુકનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી નાખે. RBIએ નિર્દેશનાં પાલનમાં બેંક આવા ચેકને લેવાનું સંપૂર્ણ રીતે બંધ કરવા જઇ રહ્યાં છે.
PNB સહિત અન્ય બેંકોએ પણ રજૂ કરી ડેડલાઇનઃ
SBI સિવાય પંજાબ નેશનલ બેંક (PNB) સહિત અન્ય બેંકોએ પણ જૂની ચેકબુકનો ઉપયોગ કરવા માટે 31 ડિસેમ્બર સુધીની તારીખ જાહેર કરી દીધી છે. બેંકનું કહેવું એમ છે કે 1લી જાન્યુઆરી 2019થી સીટીએસ ચેકનો ઉપયોગ ગ્રાહક કરી શકશે. જૂની ચેકનો ઉપયોગ કરવાવાળા ગ્રાહક જલ્દીથી નવી ચેક બુકને માટે અરજી કરે. કેમ કે જૂની ચેક બુક નવા વર્ષથી સંપૂર્ણ રીતે બેકાર થઇ જશે.
બ્લોક થઇ જશે જૂનું ATM કાર્ડઃ
જો આપની પાસે બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ જૂની મેગ્નેટિક સ્ટ્રિપવાળું એટીએમ કાર્ડ છે તો પછી તે 1 જાન્યુઆરીથી સંપૂર્ણ રીતે બ્લોક થઇ જશે. 1 જાન્યુઆરીથી માત્ર ઇએમવી ચિપવાળાં જ એટીએમ કાર્ડને ઉપયોગમાં લઇ શકાશે. જો કે SBIS 28 નવેમ્બરથી જૂના ડેબિટ કાર્ડનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધું હતું.
જૂના કાર્ડનો સ્વીકાર નહીં કરે મશીનઃ
જૂના કાર્ડને બદલે ગ્રાહકોને ઇએમવી ચિપવાળા ડેબિટ કાર્ડ લેવાના રહેશે. આને માટે વર્ષ 2018ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જો ગ્રાહક ડેડલાઇન પહેલા આવું નહીં કરે તો ડેડલાઇન ખતમ થવા બાદ તે એટીએમ દ્વારા ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. કેમ કે આ એટીએમ મશીનો જૂના એટીએમ કાર્ડનો સ્વીકાર નહીં કરે.