બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / former president America Donald trump money hush case Stormy Daniels hush money case New York grand jury

ધરપકડ થશે ? / Donald Trump સામે કેસને મળી મંજૂરી: પોર્ન સ્ટાર સાથે અફેર અને મોઢું બંધ રાખવા પાસે પૈસા ખવડાવવાનો છે ગંભીર આરોપ

Pravin Joshi

Last Updated: 10:20 AM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને ચૂકવણી કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી 
  • પોર્ન સ્ટાર કેસમાં જ્યુરીએ ક્રિમિનલ કેસને મંજૂરી આપી
  • જો ટ્રમ્પ સરેન્ડર નહીં કરે તો તેની ધરપકડ થઈ શકે 

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે. પોર્ન સ્ટાર કેસમાં જ્યુરીએ તપાસ બાદ ક્રિમિનલ કેસને મંજૂરી આપી દીધી છે. જેના પછી ટ્રમ્પે આત્મસમર્પણ કરવું પડી શકે છે. જો તે આત્મસમર્પણ નહીં કરે તો તેની ધરપકડ થઈ શકે છે. ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરીએ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 2016 ની રાષ્ટ્રપતિની ઝુંબેશ દરમિયાન પોર્ન સ્ટારને ચૂકવણી કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. આ પછી તેઓ ફોજદારી આરોપોનો સામનો કરનાર પ્રથમ યુએસ પ્રમુખ બન્યા. જો ટ્રમ્પની ધરપકડ થશે તો તે ધરપકડ થનાર અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ હશે.

ટ્રમ્પ ટીમના વકીલે સ્ટૉર્મીને ચૂપ રહેવા માટે એક લાખ ત્રીસ હજાર ડૉલર ચૂકવ્યા

આ આખો મામલો 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને એક લાખ ત્રીસ હજાર ડોલરની ચૂકવણીની તપાસ સાથે સંબંધિત છે. જેમાં ટ્રમ્પને આરોપી ગણવામાં આવ્યા છે. જોકે આરોપો જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રાન્ડ જ્યુરીની તપાસમાં જાણવા મળ્યું કે 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેનું 2006માં ટ્રમ્પ સાથે અફેર હતું. આ સાંભળીને ટ્રમ્પ ટીમના વકીલે સ્ટૉર્મીને ચૂપ રહેવા માટે એક લાખ ત્રીસ હજાર ડૉલર ચૂકવ્યા. 

ટ્રમ્પ તેને પોતાની વિરુદ્ધ એક મોટું રાજકીય ષડયંત્ર ગણાવ્યું

વકીલે કહ્યું કે સ્ટોર્મીને ગુપ્ત રીતે પૈસાની ચૂકવણી ગેરકાયદેસર નથી, પરંતુ જે રીતે ચુકવણી કરવામાં આવી હતી. તેને ગેરકાનૂની માનવામાં આવતું હતું કારણ કે ટ્રમ્પના વકીલે સ્ટોર્મીને ગુપ્ત રીતે આ રકમ આપી હતી. આરોપ છે કે આ ચુકવણી ખોટી રીતે કરવામાં આવી હતી. એવું બતાવવામાં આવ્યું હતું કે જાણે ટ્રમ્પ કંપનીએ વકીલને ચૂકવણી કરી હતી.યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પના વકીલ દ્વારા આ ટ્રાન્ઝેક્શનને ગુનો માનવામાં આવ્યો છે, જેની તપાસ ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા ત્યારે શરૂ થઈ હતી. આ કેસને અમેરિકામાં ચૂંટણી કાયદાના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. જ્યારે ટ્રમ્પ તેને પોતાની વિરુદ્ધ એક મોટું રાજકીય ષડયંત્ર ગણાવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ત્રણ વધુ આરોપો હેઠળ તપાસ ચાલુ

આ ત્રણ આરોપો પહેલા પણ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેન વર્ષ 2019માં ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જુબાની આપી ચૂક્યા છે. તેણે કહ્યું કે ટ્રમ્પ વતી ડેનિયલ્સને પૈસા આપવામાં આવ્યા હતા, જે બાદમાં ચૂંટણી પ્રચારના ખર્ચમાં દર્શાવવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાથી જ ત્રણ વધુ આરોપો હેઠળ તપાસ ચાલુ છે. તેમની પ્રથમ તપાસ પૈસાની ચૂકવણી વિશે છે, જેનો નિર્ણય લેવાનો છે. ટ્રમ્પ પર 2020ની યુએસ ચૂંટણી સંબંધિત જ્યોર્જિયા અને વોશિંગ્ટનમાં 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલમાં તેમના સમર્થકો વતી હુમલો કરવાનો પણ આરોપ છે. ટ્રમ્પ પણ આ અંગે તપાસનો સામનો કરી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ