બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Congress MLA and Banaskantha veteran Govabhai Desai joins BJP

રાજકારણ / 200થી વધુ કાર્યકર્તાઓ સાથે બનાસકાંઠાના પૂર્વ MLA ગોવાભાઈ દેસાઈએ કર્યા કેસરિયા, લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક ઝટકો

Malay

Last Updated: 12:11 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big politics news: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 35 વર્ષથી કોંગ્રેસમાં રહેલા બનાસકાંઠાના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈએ ધારણ કર્યો ભાજપનો ખેસ.

 

  • કોંગ્રેસના પૂર્વ MLA ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસના કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામને આવકાર્યા 

લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે.

બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો 
ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં 200થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

35 વર્ષથી કોંગ્રેસમાં હતા ગોવાભાઈ રબારી
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી. 

ગોવાભાઈ રબારી (ડીસાના પૂર્વ ધારાસભ્ય)

7 વખત લડી ચૂક્યા છે વિધાનસભાની ચૂંટણી
તો 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને  ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 

કોણ છે ગોવાભાઈ રબારી?
- બનાસકાંઠાના પીઢ નેતામાં ગોવાભાઈ રબારીની થાય છે ગણતરી
- ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા
- સાત વખત કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે
- ગત વિધાનસભા ચૂંટણીમાં તેમના પુત્રની થઇ હતી હાર 
- ભાજપના ઉમેદવાર સામે પુત્ર સંજય રબારીની થઈ હતી હાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ