બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / for gas in stomach walnuts will help manage type 2 diabetes and lower your risk

તમારા કામનું / તમારૂ પેટ પણ થાય છે વારંવાર ખરાબ? તો બસ ડાયેટમાં શામેલ કરો આ એક ડ્રાય ફ્રૂટ, પછી જુઓ કમાલ

Arohi

Last Updated: 07:23 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમને પણ પેટ સંબંધિત સમસ્યાઓ છે. તો એકવાર તમારા આહારમાં અખરોટને જરૂર સામેલ કરો. તમને આનો ફાયદો ચોક્કસ મળશે.

  • વારંવાર પેટ ખરાબ થતુ હોય તો વાંચી લો 
  • ડાયેટમાં શામેલ કરો આ એક ફ્રૂટ 
  • જેનાથી સ્વાસ્થ્યને બીજા પણ ઘણા ફાયદા થશે 

પેટ ખરાબ થવું એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. હકીકતે બગડતી જતી જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આવી સમસ્યાઓ થાય છે. તેનાથી બચવા માટે જે લોકો તમામ પ્રકારના નુસખા અપનાવી રહ્યા છે તેમને જણાવી દઈએ કે એક એવું ડ્રાય ફ્રુટ પણ છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

હવે તમે વિચારતા જ હશો કે એવું કયું ડ્રાય ફ્રુટ છે જેનાથી આવી સમસ્યાઓ સરળતાથી દૂર કરી શકાય છે. આ ડ્રાયફ્રુટનું નામ છે 'અખરોટ', તેના સેવનથી કબજિયાત, સોજો અને પેટ ફૂલવા જેવી ફરિયાદો ઓછી થાય છે. તો ચાલો જાણીએ તેના અન્ય ફાયદા શું છે.

અખરોટમાં હોય છે આ ગુણ
તમને જણાવી દઈએ કે અખરોટમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. જે માત્ર મગજના સ્વાસ્થ્ય અને યાદશક્તિ માટે જ ફાયદાકારક નથી. પરંતુ તમારી આખી બોડીના સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે.

અખરોટ ખાવાના ફાયદા

  • પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા ઉપરાંત અખરોટ વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.
  • આ સાથે બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પણ આ ડ્રાયફ્રુટનું સેવન કરવામાં આવે છે.
  • અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ છે. કોરોના કાળમાં તેનું સેવન કરવું જોઈએ.
  • આ સાથે ડાયાબિટીસના દર્દીઓએ પણ તેનું સેવન કરવું જોઈએ.
  • જો તમને ઊંઘ આવવામાં તકલીફ થતી હોય તો તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરો. તેનાથી સારી ઊંઘ આવે છે.

દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ
અખરોટનું વધુ સેવન કરવું પણ શરીર માટે સારું નથી. કારણ કે કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવાથી ફાયદાને બદલે નુકસાન થાય છે. એટલે કે, તમારે દિવસમાં 1-2 અખરોટ ખાવા જોઈએ. તમને આનો ફાયદો ચોક્કસ મળશે. જો તમે સવારે તેને પાણીમાં પલાળીને તેનું સેવન કરો છો તો તમને ઘણા ફાયદાઓ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ