બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Foot Over Bridge ready on sabarmati riverfront ahmedabad

અમદાવાદ / સાબરમતી રિવરફ્રન્ટનું નવું નજરાણુંઃ ગુજરાતનો પ્રથમ ફૂટ ઓવરબ્રિજ, આ તારીખે PM મોદી કરી શકે છે ઉદ્ધાટન

Hiren

Last Updated: 10:44 PM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પતંગનો આકાર ધરાવતા વિશિષ્ટ પ્રકારના વોક-વે સહિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાની શક્યતા છે. કોરોનાના કારણે ફૂટ ઓવરબ્રિજ લગભગ સવા વર્ષ વિલંબમાં મુકાયો છે.

  • સ્માર્ટ સિટીનું નવું આકર્ષણ, અમદાવાદીઓને મળશે ફૂટઓવર બ્રિજ
  • રિવરફ્રન્ટ પર સાબરમતીના બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજ પૂર્ણતાના આરે
  • આકર્ષક ફૂટ ઓવરબ્રિજ પરથી લટાર મારવાની માણજો મજા

અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયો છે. આ રિવરફ્રન્ટની નયનરમ્યતામાં વૃદ્ધિ કરવા તંત્રે નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જોડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવા લીધો છે. હરવા-ફરવાના શોખીન અમદાવાદીઓને ઘરઆંગણે સાબરમતી નદીનાં વહેતાં પાણીને આકર્ષક ફૂટ ઓવરબ્રિજ પરથી લટાર મારતાં મારતાં નિહાળવાનો સરસ મજાનો લહાવો સત્તાવાળાઓ આપવા જઈ રહ્યા છે. રાજ્યના એક પણ શહેરમાં નદી પર આવો કોઈ ફૂટ ઓવરબ્રિજ તો બનાવાયો નથી, પરંતુ દેશમાં પણ આ બ્રિજ અનોખો બનવાનો છે. તેને લોકોપયોગી બનાવવા માટે સત્તાધીશોએ યુદ્ધ સ્તરે તૈયારીઓ આરંભી હોઈ તે લગભગ પૂર્ણતાના આરે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

74 કરોડાના ખર્ચે તૈયાર થશે ફૂટ ઓવરબ્રિજ

સાબરમતી નદીના બંને કાંઠાને વિકસિત કરવા મ્યુનિ. તંત્ર દ્વારા ગઠિત કરાયેલા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ(એસઆરડીસીએલ)ના સત્તાવાળાઓ દ્વારા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાઈ રહ્યું છે. આ માટે રૂ. ૭૪,૨૯,૭૮,૪૦૬ ખર્ચાશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે નિર્માણ પામનારા આ બ્રિજની લંબાઈ ૩૦૦ મીટરની છે. વચ્ચેનો સ્પાન ૧૦૦ મીટરનો છે, જ્યારે પહોળાઈ બ્રિજના વચ્ચેના ભાગે ૧૦ મીટરથી ૧૪ મીટરની છે.

અમદાવાદીઓ સપરિવાર ટ્રાફિકના ઘોંઘાટ વગર અને શાંતિથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટની સુંદરતાને માણી શકશે તેવો સત્તાવાળાઓનો દાવો છે. હાલમાં ફૂટ ઓવરબ્રિજની તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે, જેમાં રિવરફ્રન્ટના બંને કાંઠાના લોઅર પ્રો‌મિનોડથી બ્રિજ સુધી પ્રવેશ કરવા માટેની સીડીનું નિર્માણ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. આ ઉપરાંત બ્રિજના ફ્લોરિંગનું કામ ઝડપભેર હાથ ધરાયું છે.

સાબરમતી નદીના સરદારબ્રિજ અને એલિસબ્રિજ પરથી પગપાળા કે વાહન લઈને પસાર થતી વખતે નાગરિકોને દૂરથી જ છટાદાર દેખાતા ફૂટ ઓવરબ્રિજની ઉપરની છતને રંગીન બનાવાઈ રહી છે. લાલ, પીળા, કેસરી અને લીલા જેવા આંખને ગમે તેવા રંગો ધરાવતી ફેબ્રિક છત લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.

સત્તાવાળાઓ દ્વારા ફૂટ ઓવરબ્રિજને અપાઈ રહેલા આખરી ઓપ હેઠળ રેલિંગ તેમજ કાચ લગાવાઈ રહ્યા છે. આમ, સમગ્ર ફૂટ ઓવરબ્રિજનો પ્રોજેક્ટ યુદ્ધ સ્તરે આટોપી લેવાની િદશામાં ચક્રો ગતિમાન થઈ ચૂક્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખેલ મહાકુંભનો આરંભ અને ફૂટ ઓવરબ્રિજનું થઇ શકે છે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૧ અને ૧૨ માર્ચે ગુજરાતમાં છે. તા. ૧૨ માર્ચે નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે તે વખતે તેઓ ફૂટ ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ કરે તેવી શક્યતા છે. કોરોનાના કારણે ફૂટ ઓવરબ્રિજ લગભગ સવા વર્ષ વિલંબમાં મુકાયો છે.

2 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઈ-લોકાર્પણ થવાની શક્યતા

આ ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે મહિનાઓથી ધૂળ ખાતા રિવરફ્રન્ટનાં બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઈ-લોકાર્પણ કરાવવાની વકી છે. આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાવીને શહેરના ભાજપ શાસકો યુવાઓમાં ફેલાયેલી તીવ્ર નારાજગીને દૂર કરવા માગે છે એટલે પ્રવેશ ફી નિર્ધારિત કરીને પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ યુવાઓ મે વેકેશન પહેલાં લઈ શકે તે દિશામાં શાસકો ગંભીર બન્યા છે.

ફૂટ ઓવરબ્રિજમાં પણ પ્રવેશ ફી અને બેસવાના કલાકો નક્કી કરાશે

ફૂટ ઓવરબ્રિજમાં પણ તંત્ર પ્રવેશ ફી રાખશે. તેની સાથે અંદર પ્રવેશ્યા બાદ બીજા છેડેથી ચોક્કસ સમયમર્યાદામાં નાગરિકોએ બહાર નીકળવું પડશે એટલે કે ત્યાંના બાંકડા પર બેસવાના કલાકો નક્કી કરાશે. જુઓ ફૂટ ઓવરબ્રિજનો વીટીવી ન્યૂઝ દ્વારા અગાઉ રજૂ કરાયેલો અહેવાલ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ