બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Following the Morbi tragedy PM Modis road show along with other religious and social events in Gujarat were cancelled

આયોજન મોકૂફ / મોરબી હોનારતને પગલે PM મોદીના રોડ શો સહિત ગુજરાતમાં અન્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો રદ

Kishor

Last Updated: 01:02 AM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી પુલ દુર્ઘટનાને લીધે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના અમુક કાર્યક્રમ સહિત રાજકીય અને ધર્મિક અલગ-અલગ કાર્યક્રમો રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

  • મોરબી હોનારતને પગલે ગુજરાતમાં અનેક કાર્યક્રમો રદ
  • નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ
  • કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ  

મોરબી બ્રિજ દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ઉહાપોહ મચી ગયો છે. આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો "પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું છે.  આ સિવાય અમદાવાદમાં મોદીનો રોડ સો સહીત અનેક કાર્યક્રર્મો રદ કરાયા છે.  

કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ 
વધુમાં મોરબીમાં પુલ તૂટવાની કરુણ ઘટનાને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તા. ૩૧.૧૦.૨૨ ના રોજની  ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ,  રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. 

 

જામનગર-પોરબંદરમાં જલારામ જયંતી ઉજવણી મોકૂફ
ઉપરાંત જલારામ જયંતીને પગલે જામનગર ,રાજકોટમાં લોહાણા સમાજનાં સમૂહ ભોજનના આયોજન હાથ ધરાયા હતા. ત્યારે મોરબીની હોનારતને લીધે જામનગર ,રાજકોટમાં લોહાણા સમાજનાં સમૂહ ભોજનનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. જામનગરમાં સવારે યોજાનાર મેરેથોન પણ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે પોરબંદર લોહાણા સમાજ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં જલારામ જયંતિની ઉજવણીના કાર્યક્રમો રદ  કરાયા છે. શોભાયાત્રા સહિતના આયોજનો રદ કરી સાદગીપૂર્ણ રીતે જન્મજયંતીની ઉજવણી કરવા નિર્ણય લેવાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ