બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / follow these 7 tips to reduce face fat

Beauty Tips / ફેશિયલ ફેટના કારણે છુપાઈ જાય છે ચહેરાની સુંદરતા.. તમને પણ હોય આવી સમસ્યા તો ધ્યાનમાં રાખો આ ટિપ્સ

Manisha Jogi

Last Updated: 07:51 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચહેરા પર ફેટ જમા થવી તે તમારી શારીરિક સ્થિતિ દર્શાવે છે, ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી ચહેરા પર જમા થતી ફેટ દૂર કરી શકાય છે.

  • પેટ અને કમર પર ચરબી જમા થવા લાગે છે
  • ફેસ પર જમા થતી ચરબી પર ધ્યાન આપ્યું છે?
  • આ ટિપ્સ ફોલો કરીને ચહેરા પરની ચરબી દૂર કરો

સામાન્ય રીતે પેટ અને કમર પર ચરબી જમા થવા લાગે છે. શું તમે ક્યારેય ફેસ પર જમા થતી ચરબી પર ધ્યાન આપ્યું છે? ચહેરા પર ફેટ જમા થવી તે તમારી શારીરિક સ્થિતિ દર્શાવે છે, ઉપરાંત આત્મવિશ્વાસમાં પણ ઘટાડો થાય છે. અહીંયા અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેની મદદથી ચહેરા પર જમા થતી ફેટ દૂર કરી શકાય છે. 

ચહેરા પરની ચરબી દૂર કરવાની ટિપ્સ
મીઠાનું સીમિત માત્રામાં સેવન

મીઠાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાણી જમા થવા લાગે છે, જેને વોટર રિટેંશન કહેવામાં આવે છે. જેના કારણે ત્વચા પર સોજો આવવા લાગે છે. જો તમને એવું લાગે કે, ચહેરા પર સોજો આવેલો છે, તો મીઠાનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. 

ફેશિયલ એક્સરસાઈઝ
ફેશિયલ એક્સરસાઈઝ કરવાથી ફેશિયલ અપીરિયંસ ઈમ્પ્રૂવ થવાની સાથે સાથે એજિંગ પ્રોસેસ ધીમી થવા લાગે છે. ત્વચાની માંસપેશીઓ ટાઈટ થવા લાગે છે અને ચહેરા પર ગ્લો આવે છે. ચહેરા પરની ચરબી ઓછી થવા લાગે છે. ફેશિયલ એક્સરસાઈઝમાં પુલ એક્સરસાઈઝ, ચીન લિફ્ટ એક્સરસાઈઝ, લૉ રિલીઝ એક્સરસાઈઝ, માઉથ વોશ એક્સરસાઈઝ. 

પાણીનું પર્યાપ્ત માત્રામાં સેવન
ભોજન કરતા પહેલા એક ગ્લાસ પાણીનું સેવન કરવાથી ભોજનનું વધુ માત્રામાં સેવન કરવામાં આવતું નથી. શરીર પર એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી અને શરીર હાઈડ્રેટેડ રહે છે. 

દારૂનું સેવન ના કરવું
દારૂનું વધુ માત્રામાં સેવન કરવાથી શરીરમાં એક્સ્ટ્રા ચરબી જમા થવા લાગે છે. દારૂનું વધુ સેવન કરવાથી વજન વધી શકે છે. ડિહાઈડ્રેશન અને વોટર રિટેંશનની સમસ્યા થાય છે, જેના કારણે બોડીમાં સોજો આવી શકે છે. 

ડાયટમાં ફાઈબર શામેલ કરો
સ્લિમ ફેસ અને પરફેક્ટ બોડી શેપ માટે ફાઈબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઈએ. જેથી પાચનક્રિયા યોગ્ય પ્રકારે થાય છે અને શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી. ફળ, શાકભાજી, નટ્સ, સીડ્સ, અનાજ અને દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. 

શુગરનું સીમિત માત્રામાં સેવન
રિફાઈન્ડ શુગરને કારણે શરીરના તમામ ભાગોમાં ચરબી જમા થવા લાગે છે. જેના કારણે ત્વચા અને પેટ પર અસર થઈ શકે છે. બજારમાં મળતી મિઠાઈઓ તથા અન્ય પેકેજ્ડ ફૂડનું સેવન ના કરવું જોઈએ. નહીંતર વજન વધી શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ