બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / First day fair fiasco in Porbandar jammed Rajkot

હાલો માનવીયું મેળે... / પોરબંદરમાં પહેલા દિવસે મેળાનો ફિયાસ્કો, લોકોમાં નારાજગી: રાજકોટમાં જામી ભીડ, જોકે પાથરણાવાળા અને સિક્યુરિટી વચ્ચે બબાલ થતાં માહોલ બગડ્યો

Kishor

Last Updated: 01:13 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં મેળાનો પ્રારંભ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે રાજકોટમાં મેળાનો ઉત્સાહ આસમાનને આંબ્યો હતો. જ્યા હોબાળાના દ્રશ્યો પણ સર્જાયા હતા.

  • પોરબંદરમાં નગરપાલિકા આયોજિત લોકમેળાનો ફિયાસ્કો
  • પ્રથમ દિવસે એકપણ ચકડોળ શરુ કરાઇ નહી પર્યટકોમાં નારાજગી
  • રાજકોટ મેળામાં મારામારીના દ્રશ્યો

પોરબંદરમાં નગરપાલિકા આયોજિત લોકમેળાનો ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોરબંદરમાં ઉદ્ઘાટનના દિવસે મેળો ખાલીખમ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે એકપણ ચકડોળ શરુ ન કરાતા પર્યટકોમાં નારાજગીનો માહોલ છવાયો હતો. જોકે ચકડોળના લાઇસન્સના અભાવે ચકડોળો બંધ જોવા મળી હતી. બીજી તરફ અધિકારી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો.

લોકો અવનવી રાઇડ્સની માણી રહ્યાં છે મજા

આ ઉપરાંત રાજકોટમા પણ મેળાનો જોરદાર માહોલ જામી રહ્યો છે. મેળાને લઈને અવનવી રાઈડ્સ લાગી છે. ત્યારે લોકોએ મનગમતી રાઈડ્સમાં બેસીને ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. બીજી બાજુ મોતના કૂવામાં જીવના જોખમે સ્ટંટ કરતી યુવતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. એવો દાવો કરાઈ રહ્યો છે કે આ એક માત્ર ગુજરાતી યુવતી છે. જે મેળામાં મેતના કૂવામાં સ્ટંટ કરે છે. રસરંગ લોકમેળાના બીજા દિવસે સાંજના સમયે ટ્રાફિક વધવા લાગ્યો હતો.


રસરંગ લોકમેળાનો જામતો માહોલ

વધતી ટ્રાંફિક વચ્ચે રાજકોટના રસરંગ મેળામાં પાથરણાવાળાઓએ હોબાળો મચાવ્યો હતો. મેળાના સિક્યુરિટી વ્યવસ્થાપકોએ પાથરણાવાળાઓને માર માર્યા હોવાની પણ રાવ ઉઠી રહી છે. વધુમાં તેમના માલસામાન ફેંકીને વેપાર કરવાની ના પાડી હોવાની પણ ચકચારી રાવ ઉઠી છે. વ્યવસ્થામાં સહયોગ ન કરતા પાથરણાવાળાને ખસેડવાનો આદેશ કરાયો હતો. તથા જે પાથરણાવાળા કટકી નથી આપતા તેમની સામગ્રી ફેંકી દીધી હોવાના પાથરણાવાળાએ આક્ષેપો કરતા ચકચાર જાગી હતી. પાથરણાવાળાઓ તંત્રને ન્યાય માટે રાહતનો ખોળો પાથર્યો હતો. નોંધનિય છે કે ગઈ કાલ સાંજથી રસરંગ લોકમેળો શરુ થયો છે. લોક મેળાને માણવા સૌરાષ્ટ્રભરથી લોકો આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ