બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ભારત / First crackdown on Parliament smoke attack: 8 people responsible for security lapse suspended

BIG NEWS / સંસદ સ્મોક એટેકમાં પહેલી કડક કાર્યવાહી: સુરક્ષા ચૂકમાં જવાબદાર 8 લોકો સસ્પેન્ડ, બખેડો કરનાર કુલ 5 આરોપીઓની ધરપકડ

Priyakant

Last Updated: 11:36 AM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parliament Attack Latest Update News: સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી, સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકો સસ્પેન્ડ

  • સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી
  • સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકો સસ્પેન્ડ
  • ગઈકાલે સંસદની સુરક્ષામાં થઈ હતી ક્ષતિ

Parliament Attack : સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદ સુરક્ષા સ્ટાફના જે 8 લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત, નરેન્દ્ર છે. 

બુધવારે શું થયું હતું ?
હકીકતમાં બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે યુવકો કૂદી પડ્યા હતા. આ બે જણ એક બેન્ચ પરથી બીજી બેન્ચ તરફ દોડવા લાગ્યા. ત્યારે એક વ્યક્તિએ તેના જૂતામાંથી પીળો ગેસ કાઢીને છાંટ્યો. આ દરમિયાન સંસદમાં હંગામો થયો હતો. સાંસદો અહીં-તહીં દોડવા લાગ્યા. જોકે કેટલાક સાંસદોએ તેમને પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપી દીધા હતા. જ્યારે બે લોકો લોકસભાની અંદર કૂદી પડ્યા, ત્યારે પોલીસે સંસદની બહાર વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી. બંને ડબ્બામાંથી કલર ગેસ છાંટીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. બંનેની ઓળખ અમોલ અને નીલમ તરીકે થઈ હતી.

આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી 
સુરક્ષામાં આ ખામી સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વર્ષગાંઠના અવસર પર બની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બધા એકબીજાને ઓળખતા હતા. દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા અને ઇવેન્ટનું આયોજન કર્યું. પોલીસે સાગર, મનોરંજન, અમોલ અને નીલમને કસ્ટડીમાં લીધા છે. જ્યારે અન્ય એક આરોપી વિશાલની ગુરુગ્રામમાંથી ધરપકડ કરવામાં આવી છે. સંસદ પહોંચતા પહેલા તમામ આરોપીઓ વિશાલના ઘરે રોકાયા હતા. અન્ય આરોપી લલિતની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસે સંસદની સુરક્ષા ભંગ અંગે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ કેસ નોંધ્યો છે. 

સંસદમાં અને તેની આસપાસ સુરક્ષા વધારી દેવાઇ
બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ખોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. સંસદ અને આસપાસના વિસ્તારો અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયા છે. અહીં ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વાહન અને વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં લોકસભા સચિવાલયે બુધવારે સાંસદોને તેમના 'સ્માર્ટ કાર્ડ' નવા બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તૈયાર રાખવા જણાવ્યું હતું. 

લોકસભા સચિવાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકસભા અને રાજ્યસભાની લોબી અને સંસદ સંકુલમાં કેટલાક અન્ય સ્થળોએ ચહેરાની ઓળખ પ્રણાલીની સુવિધા આપવામાં આવી છે. સચિવાલયે કહ્યું છે કે, ઘણા સભ્યો પાસે સ્માર્ટ કાર્ડ છે, જેમણે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ તે કરાવવું જોઈએ. આ ઉપરાંત આગામી આદેશ સુધી વિઝિટર પાસ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સંસદની અંદર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ટોપી અને ચંપલ હટાવીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.  

ગઇકાલે દેશની સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ મામલે હરિયાણાના જીંદની એક મહિલા નીલમની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ ત્યાંનાં ખેડૂતો નીલમના સમર્થનમાં આવ્યા હતા. જીંદમાં આજે ખેડૂત સંગઠનો વિરોધ પ્રદર્શન કરશે. ખેડૂતોનું કહેવું છે કે જો છોકરીને વહેલી તકે છોડવામાં નહીં આવે તો તેઓ જીંદની ઐતિહાસિક જમીન પરથી મોટો નિર્ણય લેશે. આજે 11 વાગ્યે જીંદના ઉચાના ખાતે ખેડૂતો એકઠા થશે. ખેડૂત નેતા આઝાદ પાલવનું કહેવું છે કે નીલમે જે કર્યું તે યોગ્ય હતું કારણ કે દેશમાં બેરોજગારી સતત વધી રહી છે.

નીલમે જે કર્યું એ બરાબર જ કર્યું 
મળતી જાણકારી અનુસાર હરિયાણાના જીંદમાં ખાપ પંચાયતે નીલમનું સમર્થન કર્યું હતું. એમનું કહેવું છે કે નીલમે જે કર્યું એ બરાબર જ કર્યું છે અને તેને વહેલી તકે છોડી દેવી જોઈએ. જો આવું ન થયું તો પંચાયત બોલાવીને આ વિશે ચર્ચા થશે. નીલમ ભણેલી છોકરી છે અને ટે ખેડૂતો સામેના ત્રણ કાળા કાયદા સામેના ખેડૂતોના પ્રદર્શનમાં એમ જ જંતર-મંતર પર ખેલાડીઓના વિરોધ પ્રદર્શનમાં પણ સામેલ થઈ હતી. હવે તે બેરોજગારીના મુદ્દા સામે લડાઈ લડી રહી છે. 

અમે વિદ્યાર્થીઓ છીએ... અમે બેરોજગાર છીએ-નીલમ 
નીલમે કહ્યું કે અમે સ્ટૂડન્ટ છીએ અને બેરોજગાર છીએ, સરકાર કોઈનું સાંભળતી નથી. અમારી ભારત સરકાર છે જે અમારા પર આ અત્યાચારો કરી રહી છે. જ્યારે પણ અમે અમારા અધિકારોની વાત કરીએ છીએ, ત્યારે અમારી પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ત્રાસ આપવામાં આવે છે, તેથી અમારી આવો વિરોધ કરવા સિવાય બીજો કોઈ આશરો નહોતો. નીલમે એવું પણ કહ્યું કે અમે કોઈ સંગઠન કે સંસ્થા સાથે જોડાયેલા નથી. અમે વિદ્યાર્થીઓ છીએ... અમે બેરોજગાર છીએ. અમારા માતા-પિતા ખૂબ કામ કરે છે. મજૂરો-ખેડૂતો, નાના વેપારીઓ, દુકાનદારો... પરંતુ કોઈ સાંભળતું નથી. દરેક જગ્યાએ આ અમારી સમસ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આવી તાનાશાહી નહીં ચાલે. 

નીલમે સંસદની બહાર દેખાવ કર્યો
પોલીસે જ્યારે સંસદ બહાર હોબાળો કરી રહેલી નીલમને પકડી ત્યારે તે તાનાશાહી નહીં ચલેગી તેવું બોલી રહી હતી. તેની વાત પરથી ખબર પડે છે કે તેઓ સરકારનો વિરોધ કરવા માગતા હતા. હરિયાણાના હિસારની રહેવાસી નીલમ અને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અમોલની સંસદ ભવનની બહાર રંગીન ધૂમાડો ફેલાવીને વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી હતી.

નીલમ વિશે બીજું શું બહાર આવ્યું?
નીલમની ઉંમર 29-30 વર્ષ હોવાનું કહેવાય છે. નીલમ મૂળ હરિયાણાના જીંદની છે. તે હિસારમાં પીજીમાં રહીને હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરી રહી હતી. રિપોર્ટ અનુસાર 25 નવેમ્બરે નીલમ ઘરે જવાનું કહીને પીજી ગઈ હતી. તેના માતા-પિતા જીંદમાં મીઠાઈની દુકાન ચલાવે છે. સૂત્રોનું કહેવું છે કે નીલમના માતા-પિતાને નીલમ સંસદ ભવનમાં જવાની કોઈ જાણકારી નહોતી. નીલમની માતાએ જણાવ્યું કે નીલમ બે દિવસ પહેલા ઘરે હતી. બાદમાં તે હિસાર જવાનું કહીને ત્યાંથી નીકળી ગઈ હતી. નીલમના ભાઈએ જણાવ્યું કે તે કોઈ પાર્ટી સાથે જોડાયેલી નથી. નીલમ વિશે એવી માહિતી પણ આવી છે કે તે એક એક્ટિવિસ્ટ છે અને નીલમનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ