બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / Finally after 44 days of campaigning calm in Rajasthan, this factor will decide the fate of the new government

રાજનીતિ / હવે રિવાજ બદલાશે કે રાજ? અંતે 44 દિવસ બાદ રાજસ્થાનમાં પ્રચાર પડઘમ શાંત, આ ફેક્ટર નક્કી કરશે નવી સરકારનું ભાવિ

Priyakant

Last Updated: 01:25 PM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Election 2023 Latest News: રાજસ્થાનમાં મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, પરંતુ હનુમાન બેનીવાલની પાર્ટી ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન કરીને લડાઈને ત્રિકોણીય બનાવવાનો કરી રહી છે પ્રયાસ

  • રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ 44 દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત 
  • રાજ્યના 5. 29 કરોડ  મતદારો 1875 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે
  • અશોક ગેહલોત અને સચિન પાયલોટના જોડાણે ઘણા નેતાઓને ચોંકાવી દીધા

Rajasthan Election 2023 : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ 44 દિવસ બાદ પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રાજ્યના 5 કરોડ 29 લાખ 31 હજાર 152 મતદારો 1875 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. વિગતો મુજબ અહીં મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, પરંતુ હનુમાન બેનીવાલની પાર્ટી ચંદ્રશેખર આઝાદ સાથે ગઠબંધન કરીને લડાઈને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.  

રાજ્યના 30 વર્ષના ઈતિહાસની મદદથી ભાજપ સત્તા પલટાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ગેહલોતની ગેરંટીથી વલણ બદલવાની આશા રાખી રહી છે. ચૂંટણીમાં મુખ્ય મુદ્દા પેપર લીક, ભ્રષ્ટાચાર અને વિકાસ રહ્યા છે. છેલ્લી ઘડીએ કોંગ્રેસની અંદર અશોક ગેહલોત અને સચિન પાયલોટના જોડાણે ઘણા નેતાઓને ચોંકાવી દીધા હતા. 

આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓની રેલીઓમાં એકઠી થયેલી ભીડ પણ ઘણી હેડલાઇન્સ બનાવી હતી, જ્યારે ઘણા સ્ટાર પ્રચારકોએ તેમના વિસ્તારોમાંથી બહાર જવાની ના પાડી હતી તે પણ ચર્ચાનું કારણ બન્યું હતું. જીત-હારના પરિબળની પણ ચર્ચા થઈ રહી છે. આ ચૂંટણીમાં શું છે વોટિંગ પેટર્ન અને કયા 5 પરિબળો છે જે જીત અથવા હારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

રિવાજો બદલવાનો ટ્રેન્ડ
1993થી અત્યાર સુધી રાજસ્થાનની સરકાર દર 5 વર્ષે બદલાય છે. 1993માં ભાજપના ભૈરો સિંહ શેખાવત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 1998માં કોંગ્રેસ સરકાર સત્તામાં આવી અને અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 2003માં અશોક ગેહલોતને પણ હારનો સામનો કરવો પડ્યો અને વસુંધરા રાજેને રાજ્યની કમાન મળી. વસુંધરા પણ 2008માં ભાજપને ફરી સત્તામાં લાવી શકી ન હતી. અશોક ગેહલોત બીજી વખત મુખ્યમંત્રી બન્યા. 2013માં વસુંધરાએ ફરીથી રાજસ્થાનની પરંપરા જાળવી રાખી હતી. તેમના નેતૃત્વમાં બીજેપી સત્તામાં આવી, પરંતુ 2018માં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો. 2018માં અશોક ગેહલોતને ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.  આ વખતે ભાજપ પરંપરા પર ભરોસો કરી રહી છે. પાર્ટીને આશા છે કે, રાજસ્થાનના લોકો આ વખતે પરંપરા જાળવી રાખશે. એટલા માટે પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની પણ જાહેરાત કરી નથી. ભાજપ નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે .

OPSનો અમલ
રાજસ્થાનની ચૂંટણીમાં જૂની પેન્શન યોજનાને પણ એક મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવી રહ્યું છે. રાજ્યમાં 7.7 લાખ સરકારી કર્મચારીઓ અને 3.5 લાખ પેન્શનરો છે. નિષ્ણાતો કહે છે કે જો સરકારી કર્મચારીના પરિવારમાં સરેરાશ 4 મતદારો હોય તો આ સંખ્યા 40 લાખને પાર કરી જાય છે.  OPS સરકારી કર્મચારીઓ માટે મોટો મુદ્દો રહ્યો છે. 2004 કે તે પહેલા સરકાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ દર મહિને પેન્શન આપતી હતી. તેને ઓલ્ડ પેન્શન સ્કીમ કહેવામાં આવે છે. આ અંતર્ગત કર્મચારીઓના પગારનો અડધો ભાગ નિવૃત્તિ સમયે પેન્શન તરીકે આપવામાં આવતો હતો. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ બાદ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના પરિવારના સભ્યોને પેન્શનની રકમ આપવામાં આવતી હતી. 2014 માં, મોદી સરકારે એક બિલ પસાર કરીને આમાં ફેરફાર કર્યો અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) લાગુ કરી. જો કે, ઘણા રાજ્યોએ NPSની જગ્યાએ OPS સિસ્ટમ ફરીથી લાગુ કરી છે. રાજસ્થાન આમાં સૌથી આગળ છે. OPS કાયદાના કારણે ભાજપ બેકફૂટ પર છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પહેલા OPSને લઈને મોટી જાહેરાત કરી છે. શાહે કહ્યું છે કે અમે OPSની સમીક્ષા કરવા માટે એક સમિતિ બનાવવા જઈ રહ્યા છીએ, જેના રિપોર્ટના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે.

પેટ્રોલિયમ પેદાશોની કિંમત
રાજસ્થાનમાં ગેસ સિલિન્ડર અને પેટ્રોલિયમ પેદાશોની કિંમત પણ મહત્વનો મુદ્દો છે. રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે, જ્યાં ભાજપે લોકોને 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનું વચન પણ આપ્યું છે. પહેલા કોંગ્રેસ સામાન્ય લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપતી હતી, પરંતુ હવે પાર્ટીએ 400 રૂપિયામાં આપવાનું વચન આપ્યું છે.  પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં 1.75 કરોડ લોકો LPG ગેસના ગ્રાહકો છે. જો વસ્તીની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ કુલ મતદારોના 25 ટકા છે. રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત પણ મોટો મુદ્દો છે. ભાજપે એક સમિતિ બનાવીને ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. જો કે, કોંગ્રેસ મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોનું ઉદાહરણ આપી રહી છે, જ્યાંના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ રાજસ્થાન કરતા વધારે છે.

કોંગ્રેસ અને ભાજપના બળવાખોરો
કોંગ્રેસ કે ભાજપ, કોની બનશે સરકાર? આ પ્રશ્નનો જવાબ પણ બંને પક્ષોના બળવાખોર ઉમેદવારો પર નિર્ભર છે. આ ચૂંટણીમાં ઘણા મોટા નેતાઓ બળવાખોર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ બંનેના નેતાઓનો સમાવેશ થાય છે. ભાજપ તરફથી પૂર્વ મંત્રીઓ યુનુસ ખાન (ડિડવાના), ચંદ્રભાન અક્યા (ચિત્તોડગઢ), બંશીધર બજિયા (ખંડેલા), રવિન્દ્ર ભાટી (શિવ), પ્રિયંકા ચૌધરી (બાડમેર) અને આશુ સિંહ (જોતવારા)ના નામો મુખ્ય છે.  કોંગ્રેસ તરફથી આલોક બેનીવાલ (શાહપુરા), ખિલાડી લાલ બૈરવા (બસેરી), નરેશ મીના (છાબરા-છપરાદ) અને ઓમ બિશ્નોઈ (સાદુલશહર) ચૂંટણી લડી રહ્યા છે. 2018ની ચૂંટણીમાં અશોક ગેહલોતની શક્તિને મજબૂત કરવામાં અપક્ષ ધારાસભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જો આ વખતે વધુને વધુ બળવાખોરો નજીકની હરીફાઈમાં ચૂંટણી જીતે તો રમત અલગ હોઈ શકે છે. 

ચાર નાના પક્ષોનું પ્રદર્શન 
રાજસ્થાનની લડાઈમાં ચાર નાની પાર્ટીઓ પણ જોશ સાથે ચૂંટણી લડી રહી છે. જેમાં બહુજન સમાજ પાર્ટી, આરએલપી, એએસપી અને બીએપીના નામો મુખ્ય છે. ગત ચૂંટણીમાં પણ બસપા અને આરએલપીનો વિજય થયો હતો. આદિજાતિ પાર્ટીથી અલગ થઈને BAP પાર્ટીની રચના કરવામાં આવી હતી, જેના બે ઉમેદવારો છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા. બસપાને 6 બેઠકો મળી હતી. આરએલપીના પણ 3 ઉમેદવારો જીત્યા બાદ ગૃહમાં પહોંચ્યા હતા. આ વખતે BSP અને BAP અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે જ્યારે RLP આઝાદ સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. જો આ ચાર પાર્ટીઓને 10 ટકાથી વધુ વોટ મળે તો ઘણી સીટો પર ભાજપ અને કોંગ્રેસની રમત બગડી જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ