બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Exercise to fill vacancies in Election Commission started, list of 5 candidates prepared

Lok Sabha Election 2024 / ચૂંટણી પંચમાં ખાલી પદ ભરવા કવાયત શરૂ, 5 ઉમેદવારોની યાદી તૈયાર, આજ સાંજે PM મોદીની હાજરીમાં બેઠક

Priyakant

Last Updated: 01:31 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : સર્ચ કમિટીએ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની બે ખાલી જગ્યાઓ ભરવા માટે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવા બેઠક યોજી, આજે PMની નેતૃત્વમાં બેઠક

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સૂત્રો મુજબ કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલની આગેવાની હેઠળની સર્ચ કમિટીએ બુધવારે સાંજે ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની બે ખાલી જગ્યાઓ ભરવા માટે પાંચ ઉમેદવારોની યાદી તૈયાર કરવા બેઠક યોજી હતી. આ સંદર્ભમાં બંને નામોને અંતિમ રૂપ આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પસંદગી સમિતિ દ્વારા ગુરુવારે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં બે ચૂંટણી કમિશનરના નામ પર નિર્ણય લેવાય તેવી શક્યતા છે. પસંદગી સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ચૂંટણી પંચના બે સભ્યોની નિમણૂક કરશે. એકવાર નિમણૂકોની સૂચના મળ્યા પછી નવા કાયદા હેઠળ આ પહેલી નિમણૂકો હશે. જોકે યાદીમાં કયા 5 ઉમેદવારોના નામ છે તે અંગેની માહિતી હજુ બહાર આવી નથી.

આવો જાણીએ શું કહે છે કાયદો ?
કાયદો ત્રણ સભ્યોની પસંદગી સમિતિને એવી વ્યક્તિની નિમણૂક કરવાની સત્તા પણ આપે છે જેને સર્ચ કમિટી દ્વારા 'શોર્ટલિસ્ટ' કરવામાં આવી ન હોય. 14 ફેબ્રુઆરીના રોજ અનૂપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને 8 માર્ચે અરુણ ગોયલના અચાનક રાજીનામાને કારણે આ ખાલી જગ્યાઓ સર્જાઈ હતી. ગોયલના રાજીનામાની સૂચના 9 માર્ચે આપવામાં આવી હતી. ખાલી જગ્યાઓના કારણે ચૂંટણી પંચમાં હાલમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ છે. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેનો નવો કાયદો તાજેતરના અમલમાં આવ્યો તે પહેલાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હતી અને પરંપરા મુજબ સૌથી વરિષ્ઠની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવતી હતી.

વધુ વાંચો: અશ્લીલ કન્ટેન્ટને લઇ કેન્દ્ર સરકાર સખ્ત: 10 apps, 19 સાઇટ્સ..., એકસાથે કુલ 18 પ્લેટફોર્મ પર મૂકાયો પ્રતિબંધ

અરુણ ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે હતો વિવાદ ? 
તમને જણાવી દઈએ કે અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનર બનવાની રેસમાં હતા. કારણ કે વર્તમાન CEC રાજીવ કુમાર ફેબ્રુઆરી 2025માં નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. ગોયલે 21 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ 5 ડિસેમ્બર 2027 સુધીનો હતો. ચૂંટણી પંચના સૂત્રોનું માનીએ તો ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે ફાઈલને લઈને મતભેદો છે. રાજીનામું આપ્યા બાદ ગોયલે અંગત કારણો દર્શાવ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્રએ તેમને પદ છોડતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક કહનગી મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ રાજીવ કુમાર અને ગોયલ વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા હતા. આ કારણથી રાજીવ કુમારે કોલકાતામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં એકલા જ હાજરી આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ