બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Even if the Minister of Education gave the guarantee, why the hike?

મહામંથન / શિક્ષકો અને શાળાઓના આ પ્રશ્નો પડતર કેમ? શિક્ષણમંત્રીએ બાહેંધરી આપી તો પણ ઉચાટ કેમ?

Vishal Khamar

Last Updated: 08:38 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેઓની પડતર માંગણીઓને લઈને આંદોલન તેમજ આવેદનપત્રો આપી ચૂક્યા છે. ત્યારે હવે તો ગુજરાતી માધ્યમની શાળાઓનાં કેટલાક વર્ગો પણ બંધ થઈ ગયા છે. તો પણ સરકારનું પેટનું પાણી પણ હલતું નથી.

શિક્ષક અને શિક્ષણ જગતના પ્રશ્નો માટે એટલું ચોક્કસ કહી શકાય કે તેના પર ચર્ચાઓ અનેક થાય છે પણ નક્કર ઉકેલ આવતા ઘણો સમય લાગે છે. ગાંધીનગરમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનું શિક્ષણમંત્રીની હાજરીમાં મંથન થયું જેમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ અંગે ચર્ચા થઈ. શિક્ષકો-આચાર્યની ભરતીના પ્રશ્નો તો ઠેરના ઠેર છે જ ત્યાં બીજી સમસ્યા એ પણ ઉદભવી છે કે માતૃભાષામાં શિક્ષણ ઉપર ભારની વચ્ચે તાજેતરમાં જ 10થી વધુ ગુજરાતી માધ્યમની શાળા અથવા તો તેના કેટલાક વર્ગ બંધ થયા. અત્યારે વણઉકેલ્યા પ્રશ્નોની વચ્ચે શિક્ષકોમાં દેખાય નહીં એવો ઉચાટ પ્રવર્તી રહ્યો છે જેનું સમાધાન તમામ જવાબદાર લોકોએ શોધવું જ પડશે. આચાર્યની ભરતી, બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી, શિક્ષકોની ઘટ સહિતના પ્રશ્નો આખરે કયારે ઉકેલાશે. શાળા અને શિક્ષણના પ્રશ્નોની વચ્ચે શિક્ષકોના ઉચાટનું સમાધાન શું?  

  • શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક
  • શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા
  • ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે ચર્ચા
  • સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક

શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક માટે પણ ચર્ચા થઈ હતી. તેમજ વર્ગ સંખ્યા, આચાર્ય ભરતી, શિક્ષકોની ઘટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવા અંગે વિચારવિમર્શ કરાયો હતો. 


શાળા અને શિક્ષકોના પ્રશ્નો શું છે?

  • HTAT પાસ વરિષ્ઠ શિક્ષકને આચાર્ય તરીકે પોતાની જ શાળામાં નિમણૂંક આપવી
  • આચાર્યની ખાલી જગ્યાઓની ભરતી કરવી
  • બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી ફરી શરૂ કરવી
  • શાળાકક્ષાએ મંડળ દ્વારા ભરતીની છૂટ આપવી
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બંધ થયેલી ભરતી ફરી શરૂ કરવી
  • ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રંથપાલ, ઉદ્યોગ શિક્ષક, પ્રાયોગીક શિક્ષક વગેરેની ભરતી કરવી
  • 2 વર્ગવાળી શાળામાં આચાર્ય સહિત 4 શૈક્ષણિક કર્મચારી મળે છે, એ ચોથી જગ્યાની ભરતી કરવી
  • ધોરણ 9 થી 12માં શહેરી વિસ્તાર માટે વર્ગદીઠ ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 35 વિદ્યાર્થી રાખવા
  • ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 9 થી 12માં વધુમાં વધુ 35 જયારે ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી રાખવા
  • શાળામાં નિભાવ ખર્ચ માટે ગ્રાન્ટની રકમમાં વ્યાજબી વધારો કરવો
  • પરિણામ આધારીત ગ્રાન્ટ નીતિ રદ થાય
  • ખાનગી શાળાની લઘુતમ ફીની હાલની જોગવાઈની સમીક્ષા કરવી
  • લઘુતમ ફી લેતી ખાનગી શાળાને FRCમાંથી મુક્તિ આપવી
  • ગુજરાતી માધ્યમના ગ્રાન્ટેડ વર્ગને માંગ અનુસાર અંગ્રેજી માધ્યમમાં પરિવર્તિત કરવા
  • ગ્રાન્ટેડ શાળાના શિક્ષક કે આચાર્ય અરસપરસ બદલી કરવા માંગે તો શાળામંડળની સહમતિથી બદલી કરી આપવી
  • નાગરિક અધિકારપત્ર મુજબ DEO કચેરીમાં કામ થાય છે કે કેમ તેની તપાસ કરીને યોગ્ય કરવું
  • માધ્યમિક શાળાની મંજૂરીના મેદાન મકાનના નિયમો પ્રાથમિક શાળાની મંજૂરી માટે પણ લાગુ પડે છે તેની સમીક્ષા કરવી
  • પ્રાથમિકના વર્ગની મંજૂરીમાં માધ્યમિકની જેમ છૂટછાટ નથી મળતી તે અંગે ફેરવિચારણાં કરવી

આચાર્યની ભરતીના પ્રશ્નો શું છે?

  • ધોરણ 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ભરતી થતી નથી
  • ધોરણ 9 થી 12ની ગ્રાન્ટેડ શાળાઓમાં 3 હજાર જેટલા આચાર્યની જગ્યા ખાલી છે
  • આચાર્યની ભરતી ન થઈ હોવાથી વહીવટી કામ અટવાયા છે
  • આચાર્યોને મળતા ઉચ્ચતર પગાર ધોરણના પણ અનેક પ્રશ્નો છે
  • આચાર્યોને 15 દિવસનું વેકેશન અલાઉન્સ આપવામાં આવે
  • કોઈપણ શાળામાં આચાર્યની ભરતી 1 જૂન પહેલા કરવામાં આવે
  • આચાર્યને સ્કૂલ ઓફ એક્સલન્સના લાભ આપવામાં આવે

અન્ય પ્રશ્નોના ઉકેલની રાહ

  • જૂની પેન્શન યોજના લાગુ કરવી
  • NPSમાં 10 ટકા કપાતની સામે 14 ટકા ફાળો જમા કરાવવો
  • NPSમાં સામેલ શિક્ષકને નિવૃતિ સમયે 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરી લાભ આપવો
  • સાતમા પગારપંચના બાકી હપ્તા રોકડમાં ચુકવવા
  • પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણીને પુરા પગારમાં સમાવવી
  • ફિક્સ પગારની નોકરીમાં નહીં ભોગવેલી મેડિકલ લીવને સર્વિસ બુકમાં જમા કરાવવી
  • શિક્ષણ સહાયકને નોકરીના પહેલા દિવસથી જ જૂથવીમામાં સમાવી લેવા
     

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ