PM Modi News: છેલ્લા કેટલાક દિવસોમાં PM મોદીએ ત્રણ દેશોમાં ઘણી બેઠકો કરી આજે જ્યારે તેઓ દેશ પરત ફર્યા છે ત્યારે આ દિવસ પણ તેમના માટે સંપૂર્ણ રીતે રહેવાનો છે વ્યસ્ત
PM મોદી ગુરુવારે તેમના ત્રણ દેશોના પ્રવાસ પરથી પરત ફર્યા
50 મિટિંગ અને 3 દેશોની યાત્રા બાદ પણ નથી થાક્યા PM મોદી
વહેલી સવારથી જ તાબડતોડ બેઠકો, આજે આખો દિવસ અનેક કાર્યક્રમો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે તેમના ત્રણ દેશોના પ્રવાસ પરથી પરત ફર્યા છે. વાત જાણે એમ છે કે, PMનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું ત્યાંરે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમની જાપાન, ઓસ્ટ્રેલિયા અને પાપુઆ ન્યુ ગિનીની અભૂતપૂર્વ મુલાકાત બદલ પાર્ટીના કાર્યકરોએ પાલમ એરપોર્ટ ટેકનિકલ એરિયાની બહાર તેમનું ભવ્ય સ્વાગત કર્યું. છેલ્લા કેટલાક દિવસોમાં પીએમ મોદીએ ત્રણ દેશોમાં ઘણી બેઠકો કરી છે અને આજે જ્યારે તેઓ દેશ પરત ફર્યા છે ત્યારે આ દિવસ પણ તેમના માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત રહેવાનો છે.
ફરીથી પોતાના કામમાં લાગી જશે PM મોદી
PM મોદી રાષ્ટ્રીય રાજધાની પહોંચતા જ ફરીથી પોતાના કામમાં લાગી જશે. વડા પ્રધાન કાર્યાલય (PMO)ના ટોચના સૂત્રોએ ANIને જણાવ્યું હતું કે, તેઓ નવી દિલ્હી પરત ફર્યાના કલાકોમાં ગુરુવારે સવારે 9 વાગ્યે તેમની પ્રથમ સત્તાવાર બેઠક યોજાશે. 2014થી તેમના નિવાસસ્થાને આ નિયમિત બેઠક યોજાઈ રહી છે.
PM Modi to flag off Uttarakhand's first Vande Bharat Express today
PM મોદી હાલમાં જ વિદેશયાત્રાથી ફર્યા છે પરત
પીએમ મોદી હાલમાં જ જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાના ત્રણ દેશોના પ્રવાસે હતા અને આ દરમિયાન તેમણે 50 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં, પીએમ મોદીએ દ્વિપક્ષીય બેઠકો સહિત સમિટમાં 24 થી વધુ વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 મેના રોજ G7 જૂથની વાર્ષિક સમિટ અને ચતુર્ભુજ સુરક્ષા સંવાદ (QUAD)ના નેતાઓની બેઠકમાં ભાગ લેવા જાપાનના હિરોશિમા શહેરમાં પહોંચ્યા હતા. 19 મે થી 21 મે સુધી હિરોશિમામાં તેમના રોકાણ દરમિયાન, તેમણે ખોરાક, ખાતર અને ઉર્જા સુરક્ષા સહિત વિશ્વ સામેના પડકારો પર વાત કરી. પીએમ મોદીએ યુએસ પ્રમુખ જો બિડેન, યુકેના પીએમ ઋષિ સુનાક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સહિત G7 સમિટમાં ભાગ લેનારા કેટલાક વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી હતી.
જાપાનથી પોર્ટ મોરેસ્બી ગયા PM મોદી
PM મોદી જાપાનથી પોર્ટ મોરેસ્બી ગયા, જ્યાં તેમણે 22 મેના રોજ પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપે સાથે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC) ની 3જી સમિટની સહ યજમાની કરી. વડાપ્રધાન તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ તબક્કામાં 22 થી 24 મે સુધી ઓસ્ટ્રેલિયામાં હતા.