બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Politics / Emphasis on booth empowerment, accountability to leaders... BJP action plan ready for 'Mission North'

રાજકારણ / બૂથ સશક્તિકરણ પર ભાર, નેતાઓને જવાબદારી... 'મિશન નોર્થ'ને લઇ ભાજપનો એક્શન પ્લાન તૈયાર

Priyakant

Last Updated: 10:08 AM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2023 BJP News: લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં, પાર્ટીએ દેશને ત્રણ પ્રદેશોમાં વહેંચી દીધો અને બેઠકોનું આયોજન શરૂ કર્યું

  • લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી 
  • આજે દિલ્હીમાં એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું 
  • બેઠકમાં તમામ વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો, બૂથ સશક્તિકરણ પર ભાર

લોકસભા અને વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે. વાત જાણે એમ છે કે, લોકસભાની ચૂંટણી અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સંગઠનના તમામ ભાગોને સજ્જડ કરવા માંગે છે. આ કવાયતમાં પાર્ટીએ દેશને ત્રણ પ્રદેશોમાં વહેંચી દીધો છે અને બેઠકોનું આયોજન શરૂ કર્યું છે. આ દરમિયાન આજે દિલ્હીમાં એક મોટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.

જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ચંદીગઢ અને દમણ દીવ-દાદરા નગર હવેલી તેમજ તમામ કેન્દ્રીય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. બેઠકમાં તમામ રાજ્યોના સંગઠનની ચર્ચા કરવા સાથે રાજ્યોની સ્થાનિક ચૂંટણીના મુદ્દાઓ પર પણ રણનીતિ ઘડવામાં આવી છે.

File Photo

શું છે ભાજપનો એક્શન પ્લાન ? 
સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં જ્યાં ભાજપ સત્તામાં છે ત્યાં સરકારના કામને સામાન્ય લોકો સુધી લઈ જવા માટે અલગ-અલગ રીતે ચર્ચા કરવામાં આવી હતી. આ તરફ રાજસ્થાન અને છત્તીસગઢ માટે અલગ રણનીતિ નક્કી કરવામાં આવી છે. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લોકસભાની ચૂંટણી સુધી દરરોજ તમામ કાર્યકરો અલગ-અલગ મુદ્દાઓ સાથે સરકાર સામે મેદાનમાં ઉતરશે. આ સાથે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અનુસાર 2019ની સરખામણીમાં ઉત્તર પ્રદેશના તમામ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાર્ટીની વોટ ટકાવારી અને બેઠકોમાં વધારો થયો છે. 

બૂથ સશક્તિકરણ પર ભાર
સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યત્વે બૂથ સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બૂથ સશક્તિકરણને લગતા ચાર મુખ્ય મુદ્દાઓ પર ઊંડું મંથન કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં ગુજરાતની ચૂંટણીમાં બુથ મેનેજમેન્ટ દ્વારા જીતના આંકડાનો ઈતિહાસ રચનાર સી.આર.પાટીલે ગુજરાતની જીત માટે બૂથને કેવી રીતે મજબૂત બનાવવું તે અંગે વક્તવ્ય આપ્યું હતું. આ સાથે ભાજપે લોકસભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને નિમ્ન સ્તરે જઈને મેનેજ કરવા માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે.

તમામ નેતાઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી
આ અંતર્ગત તમામ આગેવાનોને વિસ્તાર પ્રમાણે અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેઠકમાં ગઠબંધનના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. નડ્ડાએ તમામ પ્રદેશ પ્રમુખો પાસેથી પણ માહિતી માંગી હતી કે પ્રદેશ અનુસાર ગઠબંધન કરવું પક્ષ માટે કોની સાથે ફાયદાકારક રહેશે.

  • સમાજના દરેક વર્ગના લોકોને જોડવા પર ફોકસ કરવામાં આવશે, જે લોકો ક્યારેય પાર્ટીમાં નથી જોડાયા તેમને સરકારની યોજનાઓ દ્વારા પાર્ટી સાથે જોડવામાં આવશે.
  • બૂથ કમિટીને મજબૂત કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવશે.
  • દરેક બૂથ પર ભાજપની તરફેણમાં 51 ટકાથી વધુ મત મેળવવાનો લક્ષ્યાંક છે. દરેક બૂથ પર, બૂથ સ્તરના કાર્યકરોએ સતત મતદારોનો સંપર્ક કરવો પડશે અને પક્ષની તરફેણમાં મહત્તમ વાતાવરણ બનાવવાનું કામ કરવું પડશે.
  • બૂથ સશક્તિકરણ માટે દરેક બૂથ પર ઓછામાં ઓછા 11 લોકોની ટીમ બનાવવામાં આવશે. લોકસભા મુજબ દરેક બૂથની ટીમને મજબૂત કરવા માટે ટીમ બનાવીને કામ કરવામાં આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ