બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / ELON MUSK made another big announcement about Twitter

કવાયત / પૈસા આપો, સમાચાર વાંચો: ELON MUSK એ ટ્વિટરને લઈને ફરી કર્યું મોટું એલાન, મીડિયા પબ્લિશર્સ માટે નવો પ્લાન તૈયાર

Priyakant

Last Updated: 08:16 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk News : ટ્વિટરના માલિક એલન મસ્કનો મોટો સંકેત, જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે આર્ટીકલ (સમાચાર) વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે

  • ટ્વિટરના માલિક એલન મસ્કે શનિવારે યુઝર્સને આપ્યો મોટો સંકેત 
  • હવે યુઝર્સે પ્રતિ આર્ટીકલ (સમાચાર)ના આધારે ફી ચૂકવવી પડશે
  • ટ્વિટર મીડિયા પબ્લિશર્સને તેમના લેખો (સમાચાર) વાંચવા માટે યુઝર્સને ચાર્જ કરવાની મંજૂરી આપશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કે શનિવારે યુઝર્સને એક મોટો સંકેત આપ્યો છે. વાત જાણે એમ છે કે, મસ્કે ટ્વીટ કર્યું કે, હવે યુઝર્સે પ્રતિ આર્ટીકલ (સમાચાર)ના આધારે ફી ચૂકવવી પડશે. આ સાથે જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે આર્ટીકલ (સમાચાર) વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું  ઘણા લોકો માટે આ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની જશે અને તેમને તમારા (વપરાશકર્તાઓ) માટે સારી સામગ્રી બનાવવામાં વધુ સમય પસાર કરવા માટે દબાણ કરશે.

એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી. મસ્કએ કહ્યું હતું કે, જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે. એલન મસ્કે 12 એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. તેણે ટ્વીટ કરીને લખ્યું, લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી હટાવી દેવામાં આવશે. મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, જો બ્લુ ટિકની જરૂર પડશે તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.

શું કહ્યું એલન મસ્કે ? 
શનિવારે એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે, આવતા મહિનાથી ટ્વિટર મીડિયા પબ્લિશર્સને તેમના લેખો (સમાચાર) વાંચવા માટે યુઝર્સને ચાર્જ કરવાની મંજૂરી આપશે. વપરાશકર્તાઓ પાસેથી 'પ્રતિ લેખ (સમાચાર)ના આધારે' શુલ્ક લેવામાં આવશે અને જો તેઓ માસિક સબ્સ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે તો તેઓ વધુ ચૂકવણી કરશે. તેણે કહ્યું કે, બધી આવક કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે જાય છે, અમે કંઈ રાખતા નથી.

લેખ (સમાચાર)ના આધારે ચાર્જ લેવામાં સક્ષમ હશે
એલન મસ્કે જણાવ્યું હતું કે, આવતા મહિને શરૂ થનાર આ પ્લેટફોર્મ મીડિયા પબ્લિશર્સને એક ક્લિક સાથે પ્રતિ લેખના આધારે વપરાશકર્તાઓને ચાર્જ કરવાની મંજૂરી આપશે. તેમણે કહ્યું કે, જે યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નહીં કરે અને ક્યારેક-ક્યારેક લેખ વાંચવા માગે છે, તેમણે લેખ દીઠ વધુ કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે, આ મીડિયા સંસ્થાઓ અને જનતા બંને માટે મોટી જીત હોવી જોઈએ.

શું છે ટ્વિટર બ્લુ ?
ટ્વિટરે જાહેરાત કરી હતી કે, કંપની પેઇડ બ્લુ ટિક સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં તે યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી ભારતમાં પણ તેની શરૂઆત થઈ. આ હેઠળ આ સેવા માટે ચૂકવણી કરનારાઓ જ તેમના ખાતા પર બ્લુ ટિક મેળવી શકશે. ટ્વિટરે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જેમની પાસે પહેલાથી જ બ્લુ ટિક છે, જો તેઓ ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ નહીં કરે તો તેમની બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.

બ્લુ ટિક માટે કેટલો ખર્ચ થશે?
જો કોઈ યુઝર બ્લુ ટિક ઈચ્છે છે અથવા પહેલાથી મળેલી બ્લુ ટિકને જાળવી રાખવા માંગે છે, તો તેણે ટ્વિટર બ્લુ પર સબસ્ક્રાઈબ કરવું પડશે. ભારતમાં ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન રૂ. 650 થી શરૂ થાય છે. મોબાઈલ યુઝર્સ માટે તે દર મહિને રૂ. 900 છે. અગાઉ ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ પર માત્ર બ્લુ ટિક આપવામાં આવતી હતી. કંપની હવે ત્રણ પ્રકારના માર્ક્સ આપી રહી છે. ટ્વિટર સરકાર સંબંધિત એકાઉન્ટ્સને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને અન્ય વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ