બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ભારત / Politics / Election donations declared by BJP are five times more than donations of other parties

રાજનીતિ / ઇલેક્ટોરલ ડોનેશન મેળવવામાં BJP બબ્બર શેર, 4 રાષ્ટ્રીય દળોના કુલ ટોટલથી પણ પાંચ ગણુ ફંડ વધારે એકત્ર

Priyakant

Last Updated: 01:34 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electoral Donation ADR Latest News: ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં આંકડા રજૂ કર્યા, ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું

  • ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન અન્ય પક્ષોના દાન કરતાં પાંચ ગણું વધુ 
  • ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું 
  • એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં આંકડા રજૂ કર્યા 

Electoral Donation ADR : દેશમાં લોકસભા ચુંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષો હાલ ચૂંટણીને લઈ કવાયતમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે સામે આવ્યું છે કે, ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને CPIM દ્વારા સમાન સમયગાળા (નાણાકીય વર્ષ 2022-23) માટે જાહેર કરાયેલા કુલ દાન કરતાં પાંચ ગણું વધુ છે. નોંધનિય છે કે, NPP ઉત્તર-પૂર્વમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું હતું. આ આંકડો અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષો-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPIM અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ ચૂંટણી દાન કરતાં પાંચ ગણો વધુ છે. ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે. 

વધુ વાંચો: 'મતદારોને પાર્ટીનું ભંડોળ જાણવાનો અધિકાર', ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

  1. ADR મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાષ્ટ્રીય પક્ષોને કુલ 12,167 દાન (રૂ. 20,000 થી વધુ) રૂ. 850.438 કરોડના મૂલ્યના મળ્યા. 
  2. દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી, બહુજન સમાજ પાર્ટી (BSP), એ જાહેરાત કરી કે તેને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી. 
  3. ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ માટે નાણાકીય વર્ષમાં તેના દ્વારા પ્રાપ્ત થયેલ રૂ.20,000 થી વધુનું ચૂંટણી દાન જાહેર કરવું ફરજિયાત છે. 
  4. ભાજપે કહ્યું કે,તેને 7,945 દાનમાંથી રૂ.719.858 કરોડ મળ્યા છે. કોંગ્રેસ અનુસાર તેને 894 દાનમાંથી રૂ.79.924 કરોડ મળ્યા છે. 
  5. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને CPIM દ્વારા સમાન સમયગાળા (નાણાકીય વર્ષ 2022-23) માટે જાહેર કરાયેલ કુલ દાન કરતાં પાંચ ગણું વધુ છે. તમને જણાવી દઈએ કે NPP ઉત્તર-પૂર્વમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. 
  6. એડીઆરએ તેના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ.276.202 કરોડનું દાન મળ્યું છે, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ.160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ.96.273 કરોડ મળ્યા છે. 
  7. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ.91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે. 
  8. ADR મુજબ, ભાજપને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ.614.626 કરોડનું ચૂંટણી દાન મળ્યું હતું, જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વધીને રૂ.719.858 કરોડ થયું હતું. આમ ગત વખત કરતાં આ વખતે 17.12 ટકા વધુ દાન મળ્યું છે. 
  9. જોકે નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીના દાનમાં 41.49 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસ દ્વારા પ્રાપ્ત દાન નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ.95.459 કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂ.79.924 કરોડ થયું – 16.27 ટકાનો ઘટાડો. 
  10. ADR મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 વચ્ચે કોંગ્રેસના ચૂંટણી દાનમાં 28.09 ટકાનો વધારો થયો હતો. ADR અનુસાર, ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, આ વખતે CPI (M)ને મળેલા ચૂંટણી દાનમાં 39.56 ટકા (રૂ.3.978 કરોડ) અને આમ આદમી પાર્ટીને મળેલા દાનમાં 2.99 ટકા (રૂ.1.143 કરોડ)નો ઘટાડો થયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ