બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Supreme Court bans electoral bonds, big blow to central government before Lok Sabha elections

BIG BREAKING / 'મતદારોને પાર્ટીનું ભંડોળ જાણવાનો અધિકાર', ઈલેક્ટોરલ બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

Megha

Last Updated: 12:37 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. SC એ ઇલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા છે અને તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

  • ઇલેક્ટરોલ બોન્ડ્સને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો. 
  • લોકસભાની ચૂંટણી પહેલા ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી છે.

સુપ્રીમ કોર્ટે આજે ઈલેક્ટોરલ બોન્ડ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને 2019થી લઈને અત્યાર સુધીના ઈલેક્ટોરલ બોન્ડને લગતી તમામ માહિતી ત્રણ અઠવાડિયાની અંદર ચૂંટણી પંચને આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ ચૂંટણી પંચે આ તમામ માહિતી તેની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવાની રહેશે.

લોકસભાની ચૂંટણી પહેલા ઇલેક્ટરોલ બોન્ડ્સને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. SCએ ગુરુવારે ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા ઈલેક્ટોરલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા છે

કોર્ટે કહ્યું છે કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. મતદારોને પક્ષોના ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે અને બોન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવામાં આવે.

ચૂંટણી વર્ષમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરતી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો છે. આ વિશે કોર્ટે કહ્યું કે, "કાળા નાણા પર અંકુશ લગાવવાના હેતુથી માહિતીના અધિકારનું ઉલ્લંઘન વાજબી નથી. ચૂંટણી બોન્ડ યોજના માહિતીના અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. રાજકીય પક્ષો દ્વારા ભંડોળની માહિતી જાહેર ન કરવી એ કાયદાની વિરુદ્ધ છે. 

5 જજોની બેન્ચે મોટો નિર્ણય આપતા કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ ચૂંટણી બોન્ડ RTI અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. જાણીતું છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ગયા વર્ષે 2 નવેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો:
https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ