બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn heavy benefits by rubber farming know new business ideas

બિઝનેસ / ખેડૂતો માટે બમ્પર પ્રોફિટ કરવાનો ઉપાય: આ વૃક્ષની કરો ખેતી, 40 વર્ષ સુધી થશે બેઠી આવક

Arohi

Last Updated: 01:29 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં 78% રબરનો ઉપયોગ ટાયર અને ટ્યુબ બનાવવામાં થાય છે. રબરનો ઉપયોગ કરી સોલ, ટાયર, રેફ્રિજરેટર, એન્જિનનું સીલ ઉપરાંત, બોલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ખેતી કરવા માટે લેટેરાઈટ યુક્ત લાલ દોમટ માટીનો ઉપયોગ કરવામાં આવે છે.

  • ટાયબ અને ટ્યુબ બનાવવા થાય છે રબરનો ઉપયોગ 
  • રબરની ખેતી કરી 40 વર્ષ સુધી કરો બમ્પર કમાણી 
  • જાણો કઈ રીતે કરશો રબરની ખેતી 

ભારત રબરનો ચોથો મોટો ઉત્પાદક દેશ છે. ઓછા ખર્ચમાં વધારે નફો કમાવવા માટે ખેડૂત મોટી સંખ્યામાં આ ઝાડની ખેતીમાં રસ બતાવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પર દરેક ખેડૂતોને સબસિડી આપીને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. 

આ વસ્તુઓમાં ઉપયોગમાં લેવાય છે રબર 
આખી દુનિયામાં 78% રબરનો ઉપયોગ ટાયર અને ટ્યુબ બનાવવામાં થાય છે. રબરનો ઉપયોગ કરી સોલ, ટાયર, રેફ્રિજરેટર, એન્જિનનું સીલ ઉપરાંત, બોલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ખેતી કરવા માટે લેટેરાઈટ યુક્ત લાલ દોમટ માટીનો ઉપયોગ કરવામાં આવે છે. 

તેની ખેતી ખાસ કરીન કેરળ, કર્ણાટક ઉપરાંત તમિલનાડુમાં મોટા પાયે થાય છે. હાલ દેશના અન્ય રાજ્યોમાં પણ તેની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. 

આ રીતે કરો રબરની ખેતી
રબરની ખેતી માટે લેટેરાઈટ યુક્ત ઘાટી લાલ દોમટ માટી જરૂરી છે. આ માટીનું PH 4.5-6.0ની વચ્ચે હોવું જરૂરી છે. આ છોડ રોપવા માટે જુલાઈનો મહિનો જ યોગ્ય માનવામાં આવે છે. રબરનું ઝાડ લગાવતા પહેલા જમીન ખેડવી પડે છે. પછી ખેતરને સમતલ કરો. 

ખેતરમાં 3 મીટરની દૂરી રાખતા એક ફૂટ પહોળી અને એક ફૂટ ઉંડા ખાડા તૈયાર કરો. તેમાં રબરના છોડ લગાવો. તે ઉપરાંત જૈવિક ખાતર નાખો. રબરના ઝાડના સારા વિકાસ માટે સતત સિંચાઈ કરતું રહેવું જોઈએ. 

40 વર્ષ સુધી બમ્પર નફો
રબરના ઝાડમાંથી નિકળતા લેટેક્સ દૂધની જેમ તરલ હોય છે. જે ટેપિંગ પદ્ધતિથી છતની કટિંગ કરી પ્રાપ્ત કરવામાં આવે છે. 5માં વર્ષથી રબરનું ઝાડ ઉત્પાદન આપવા લાગે છે. આ ઝાડ 40 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે. એક એકરમાં તમે 150 રબરના ઝાડ લગાવી શકો છો. એક ઝાડથી વર્ષમાં 2.75 કિલોનું રબર ઉત્પાગન મળે છે. તેનાથી ખેડૂતો 40 વર્ષ સુધી બમ્પર નફો કમાઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ