બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Dust storm and rain in 21 states including Delhi today

હવામાન અપડેટ / મોસમનો મિજાજ, દિલ્હી સહિત 21 રાજ્યમાં આજે પણ ધૂળની આંધી અને વરસાદ, કરાવૃષ્ટિનું એલર્ટ

Priyakant

Last Updated: 04:14 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weather Update News: હવામાન વિભાગની આગાહી મુજબ હજી 1 જૂન સુધી દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને આંધીનો કહેર જોવા મળશે

  • છેલ્લા કેટલાક દિવસોથી સતત બદલાઈ રહ્યો છે મોસમનો મિજાજ 
  • દિલ્હી સહિત 21 રાજ્યમાં આજે પણ ધૂળની આંધી અને વરસાદ તેમજ કરાવૃષ્ટિનું એલર્ટ
  • સમગ્ર ઉજ્જૈન જિલ્લામાં ભારે તબાહી, બે લોકોનાં મોતઃ અનેક ઘર ધરાશાયી

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મોસમનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે અને દેશનાં મોટાભાગનાં રાજ્યમાં આંધી સાથે વરસાદ કહેર મચાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ 1 જૂન સુધી દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને આંધીનો કહેર જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે આજે પણ દિલ્હી અને એનસીઆર સહિત 21 રાજ્યમાં ધૂળની આંધી, વરસાદ અને કરાવૃષ્ટિ થવાનું એલર્ટ જારી કર્યું છે. દિલ્હી અને એનસીઆરમાં પણ આજે સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે અને તાપમાનમાં ઘટાડો થયો છે. 

ભારતીય હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં આંધી, વરસાદ અને કરાવૃષ્ટિને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાની કલાકના 50થી 60 કિલોમીટરની ઝડપે આંધી ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ થવાની તેમજ કરાવૃષ્ટિની ચેતવણી આપી છે.

શું કહ્યું હવામાન વિભાગે ? 
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં વીજળી પડવાની તેમજ આંધી, ગાજવીજ અને તોફાન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા તેમજ અન્ય વિસ્તારોમાં કરાવૃષ્ટિ અને વરસાદની સંભાવના છે. 

આ સાથે વરસાદે રવિવારે મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ભારે તબાહી સર્જી હતી. સમગ્ર ઉજ્જૈન જિલ્લામાં તેજ આંધી અને તોફાનના કારણે બે લોકોનાં મોત થયાં છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. જ્યારે ઉજ્જૈનની ‘શ્રી મહાકાલ લોક’ કોરિડોરમાં પ્રતિષ્ઠાપન કરાયેલ સાતમાંથી છ સપ્ત ઋષિની મૂર્તિ ભારે તોફાનનાં કારણે ધરાશાયી થઈ ગઈ હતી. એટલું જ નહી. ઉજ્જૈનના કેટલાક વિસ્તારમાં અનેક ઘર પણ જમીનદોસ્ત થઈ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં મોસમનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે અને તેના કારણે આજથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં આંધી, વરસાદથી કેટલાક વિસ્તાર પ્રભાવિત થઈ શકે છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર એક ચક્રવાતી સર્ક્યુલેશન આકાર લઈ રહ્યું છે. તેથી રાજસ્થાનમાં પણ ભારે તોફાન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ દરમિયાન બંગાળના દક્ષિણ અખાત, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુના કેટલાક વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગળ વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ