બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / Dukaan Movie Review: story of Siddharth and Garima's surrogate mother

મૂવી રિવ્યુ / Dukaan Movie Review : સિદ્ધાર્થ અને ગરીમાની સેરોગેટ મધરની હટકે સ્ટોરી, ગુજરાત સાથે ખાસ કનેકશન

Vidhata

Last Updated: 01:17 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેરોગેટ મધરની સ્ટોરી પર અનેક ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મમાં ગુજરાતનું એક એવું ગામ પણ બતાવવામાં આવ્યુ છે જેની મહિલાઓ પ્રોફેશનલ રીતે આ કામમાં જોડાયેલી હોય છે.

ફિલ્મ રાઈટર સિદ્ધાર્થ અને ગરિમાની જે ફિલ્મની રાહ જોવાઈ રહી હતી તે "દુકાન" ફિલ્મ હવે ફાઈનલી 5 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મની સ્ટોરી સેરોગેટ મધરની છે. બોલીવુડમાં અગાઉ પણ સેરોગેટ મધર પર ફિલ્મો બની છે પરંતુ આ ફિલ્મની સ્ટોરી થોડી હટકે છે. આ ફિલ્મ તમને હસાવવાની સાથે ગમગીન પણ કરી દેશે. જો તમે પણ આ ફિલ્મ જોવા જવાનું વિચારી રહ્યા છો પણ એના પહેલા તમે જાણવા માંગો છો કે આ ફિલ્મમાં ખાસ શું છે? તો તે અમે તમને જણાવીશું.

દુકાન ફિલ્મમાં એવી વ્યક્તિની સ્ટોરી બતાવવામાં આવી છે જે પૈસા માટે તેના ગર્ભમાં બીજા માટે બાળક પેદા કરવા તૈયાર થઈ જાય છે. પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ગર્ભમાં બાળક પેદા કરવા તૈયાર થયેલી મહિલાની સ્ટોરીમાં બાદમાં વળાંક આવે છે. શ્રેષ્ઠ વિષય પર બનેલી આ "દુકાન" ફિલ્મના નિર્માતા અમર ઝુનઝુનવાલા અને શિખા અહલુવાલિયા છે.

 

ફિલ્મની સ્ટોરી

"દુકાન" ફિલ્મની સ્ટોરી ગુજરાતના એક એવા ગામડાની છે જ્યાંની મહિલાઓ પરિવારના ગુજરાન માટે સેરોગેટ મધર બનતી હોય છે. ફિલ્મમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે આ ગામની એક છોકરી સેરોગેટ મધર બનવા તૈયાર થઈ જાય છે. પરંતુ આ ફિલ્મની સ્ટોરીમાં રસપ્રદરીતે વળાંક આવે છે. જ્યારે યુવતીના મનમાં તેના બાળક માટે પ્રેમની લાગણી જાગે છે. અને તે પોતાના બાળકને કોન્ટ્રાક્ટ મુજબ આપવાનો ઈનકાર કરી દે છે. આગળ આ ફિલ્મમાં શું થાય છે તે તમારે જાણવું હોય તો તમારે આ ફિલ્મ સિનેમાઘરોમાં જઈને જોવી પડશે.

વધુ વાંચો: 'આત્માઓ દેખાય છે', જુનાગઢમાં જન્મેલી બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસને હતી આ બીમારી, થાય તો ચેતજો

કાસ્ટ

જો આ ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો મોનિકા પંવાર આ ફિલ્મમાં લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં સિંકદર ખેર, મોનાલી ઠાકુર, સોહમ મજમુદાર, હિમાની શિલપુરી અને ગીતિકા ત્યાગી પણ અલગ-અલગ પાત્રોમાં જોવા મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ