બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Due to FASTag, Modi government's earnings have doubled

FASTag / ફાસ્ટેગના કારણે તો મોદી સરકારની કમાણી થઈ ગઈ ડબલ, 5 જ વર્ષના ટોલ કલેક્શનના આંકડા જોઈ આંખો પહોળી થઈ જશે

Priyakant

Last Updated: 12:46 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fastag News: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર મે 2023 સુધીમાં દેશમાં કુલ 7.06 કરોડ વાહનો હતા, 2019થી ફાસ્ટેગમાં તેજી જોવા મળી

  • દેશમાં ફાસ્ટેગના કારણે મોદી સરકારની કમાણી ડબલ
  • ફાસ્ટેગના કારણે છલકાઈ સરકારની તિજોરી 
  • 19 જૂન સુધીના પ્રથમ 6 મહિનામાં FASTagથી 28,180 કરોડની કમાણી

દેશમાં ફાસ્ટેગના કારણે મોદી સરકારની કમાણી ડબલલ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે એટલે કે 19 જૂન સુધીના પ્રથમ 6 મહિનામાં સરકારે FASTagથી 28,180 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2021 અને 2022ની વચ્ચે ફાસ્ટેગથી કમાણીમાં 46% નો વધારો થયો છે. તે રૂ. 34,778 કરોડથી વધીને રૂ. 50,855 કરોડ થયો છે. છેલ્લા 5 વર્ષોમાં એટલે કે 2017 અને 2022ની વચ્ચે FASTag કલેક્શન બમણાથી વધુ થઈ ગયું છે. તે રૂ. 22,820 કરોડથી વધીને રૂ. 50,855 કરોડ થયો છે. ફાસ્ટેગ 2021 માં ફરજિયાત બન્યું તેથી સંગ્રહમાં આ વૃદ્ધિ આવી છે.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર મે 2023 સુધીમાં દેશમાં કુલ 7.06 કરોડ વાહનો હતા. 2019થી ફાસ્ટેગમાં તેજી જોવા મળી રહી છે. 2019માં દેશમાં માત્ર 1.70 કરોડ વાહનો પાસે FASTag હતું. એટલે કે આમાં 300% વધુ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં 964 થી વધુ ટોલ પ્લાઝા પર FASTag સિસ્ટમ છે. તેમાંથી સૌથી વધુ ટોલ પ્લાઝા મધ્યપ્રદેશમાં છે. કુલ 143 ટોલ પ્લાઝા પર FASTag દ્વારા ટોલ લેવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ આ મામલામાં બીજા નંબર પર છે જ્યાં 114 ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગુ છે.

ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ  
ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. FASTag રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી પર કામ કરે છે. દરેક FASTag વાહનની નોંધણી વિગતો સાથે જોડાયેલ છે. FASTag પહેલા વ્યક્તિએ ટોલ પ્લાઝા પર રોકાવું પડતું હતું અને ટોલ ફી રોકડમાં ચૂકવવી પડતી હતી. FASTag આવ્યા પછી ટોલ પ્લાઝા પરની લાઈનોમાં મોટો ઘટાડો થયો છે.

કોઈપણ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ ખરીદી શકો
તમે દેશના કોઈપણ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ ખરીદી શકો છો. આ સિવાય તમે તેને એક્સિસ બેંક, ICICI બેંક, HDFC બેંક, SBI, કોટક બેંકની શાખામાંથી પણ ખરીદી શકો છો. તમે તેને Paytm, Amazon, Google Pay જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પણ ખરીદી શકો છો. તમે તમારા ફાસ્ટેગ એકાઉન્ટને આ એપ સાથે લિંક કરીને પણ પેમેન્ટ કરી શકો છો.

ફાસ્ટેગ સ્ટીકર 5 વર્ષ માટે માન્ય  
એકવાર ખરીદેલ ફાસ્ટેગ સ્ટીકર 5 વર્ષ માટે માન્ય છે. એટલે કે 5 વર્ષ પછી તમારે સ્ટીકર બદલવું પડશે અથવા તેની માન્યતા વધારવી પડશે.  જો તમે ઈચ્છો તો આ એપ સાથે તમારું બેંક એકાઉન્ટ લિંક કરી શકો છો. આ સાથે જ્યારે પણ તમે ટોલ પ્લાઝા પરથી પસાર થશો ત્યારે તમારા ખાતામાંથી ટોલ ટેક્સ કાપી લેવામાં આવશે. FASTag ખરીદતી વખતે, તમારી પાસે ID પ્રૂફ અને વાહન નોંધણી દસ્તાવેજ હોવો આવશ્યક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ