બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Drunken terror in Rangupavan society in Rajkot

રાજકોટ / રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓની ટીંગલ: MLA અને સ્ટેન્ડિંગ ચેરમેને રહીશોની રજૂઆત બાદ કડક કાર્યવાહીના સૂચન કર્યા

Kishor

Last Updated: 12:02 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના આતંકના મામલાએ ધારાસભ્ય દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે.

  • રાજકોટના રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના આતંકનો મામલો
  • વોર્ડ નંબર 2માં આવેલ રંગઉપવન સોસાયટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો મત વિસ્તાર
  • પોલીસને પેટ્રોલિંગ રાત દિવસ કરવાની સૂચના અપાય

રંગીલા રાજકોટમાં રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓના આતંકના મામલાએ ભારે ચર્ચા જગાવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દારૂડિયાઓનો આતંક હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ધારાસભ્ય દર્શિતાબેન શાહનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે. ધારાસભ્યએ ખુદ સ્વીકાર કર્યો કે તેમના વિસ્તારમાં દારૂડિયાનો ત્રાસ છે.જો કે આ મામલે પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું પણ કહ્યું હતું.

શું છે સમગ્ર મામલો ?

રાજકોટમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા હતા. શહેરમાં એરપોર્ટ રોડ પરની સોસાયટીના રહીશો દારૂડિયાના ત્રાસથી પરેશાન થયા હોવાના બે દિવસ અગાઉ આક્ષેપ લાગ્યા હતા. રંગ ઉપવન સોસાયટીના રહીશોએ રજુઆત કરી હતી કે અસામાજિક તત્વો નશો કરીને મહિલાઓને અપશબ્દો કહી ધમકી આપે છે.સ્થાનિકો દ્વારા પોલીસને અસામાજિક તત્વો વિરુદ્ધ લેખિતમાં . રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ કાર્યવાહી ન કરાતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

ધારાસભ્યએ શું કહ્યું વાત?

વોર્ડ નંબર 2માં આવેલ રંગઉપવન સોસાયટી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો મત વિસ્તાર છે. હવે આ મામલે ધારાસભ્ય દર્શિતા શાહનું ચોંકાવનારું નિવેદન આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે દારૂ પીને આતંક મચાવનાર ૧૦થી વધુની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. મહિલા ધારાસભ્યએ સ્વીકાર કર્યો કે મારા વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતિયો  રહેતા હોવાથી ભૂતકાળમાં પણ આવી ફરિયાદ છે તે રહીશો દ્વારા કરવામાં આવી હતી. પોલીસને પેટ્રોલિંગ રાત દિવસ કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ દાવો કર્યો હતો. રાત્રીના સમયગાળા દરમિયાન આવા લોકો બેફામ બનતા હોવાથી પોલીસને સૂચના આપી આકરી કાર્યવાહીની રજુઆત કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ