બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / drunk Sunny Deol caught on camera at Mumbai road midnight, rickshaw driver helped, know the truth of the viral video

મનોરંજન / અડધી રાત્રે મુંબઇના રસ્તા પર લથડિયા ખાતા સની દેઓલ કેમેરામાં કેદ, રીક્ષા ડ્રાઇવરે કરી મદદ, જાણો વાયરલ વીડિયોની સચ્ચાઇ

Megha

Last Updated: 01:29 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા દારૂના નશામાં જોવા મળી રહ્યો છે અને વીડિયો જોયા બાદ ફેન્સ પણ ચોંકી ગયા છે.

  • કેટલાક દિવસોથી સની દેઓલ સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બની રહ્યા છે
  • સની દેઓલ રાજકુમાર કોહલીની પ્રાર્થના સભામાં હસતા જોવા મળ્યા હતા 
  • તાજેતરમાં અભિનેતા જુહુ સર્કલ, મુંબઈમાં મોડી રાત્રે નશાની હાલતમાં મળ્યા હતા 

એક્ટર સની દેઓલ છેલ્લે ફિલ્મ 'ગદર 2' માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ દ્વારા એમને મોટા પડદા પર ધમાકેદાર કમબેક કર્યું હતું. જો કે છેલ્લા કેટલાક દિવસોથી સની દેઓલ સોશિયલ મીડિયા પર ટ્રોલનો શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલા દિવંગત દિગ્દર્શક રાજકુમાર કોહલીની પ્રાર્થના સભામાં હસતા જોવા મળેલ સનીની સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ટીકા કરવામાં આવી રહી હતી અને હવે તે પોતાના નવા વીડિયોના કારણે ટ્રોલીંગનો શિકાર બન્યા છે.

સૌથી પહેલા જાણો શું છે વીડિયોમાં
વિડિયો શેર કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે અભિનેતા જુહુ સર્કલ, મુંબઈમાં મોડી રાત્રે નશાની હાલતમાં હતો. સની એક ઓટો ડ્રાઈવર સાથે અથડાવવા જતો હતો ત્યારે ઓટો ડ્રાઈવર તેને રોકે છે અને તેને ઓળખે છે. સનીને સ્તબ્ધ થતો જોઈને તે તેની મદદ કરે છે. આ પછી તે તેમને પકડીને ઓટોમાં બેસાડે છે. સની તેની સાથે વાત કરતો અને હસતો જોવા મળે છે, જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિને ઓટો ડ્રાઈવર હટાવી લે છે.

લોકો સનીને ટ્રોલ કરવા લાગ્યા
સનીનો વીડિયો સામે આવતા જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે તેની મજાક પણ ઉડાવી હતી. એકે લખ્યું, 'જનતાની સેવા કરીને થાકી ગયો. તેમને સહાનુભૂતિના ટોનિકની જરૂર છે'. એકે લખ્યું, 'હેન્ડપંપ ઉખાડી નાખનાર વ્યક્તિની હાલત જુઓ.' એકે લખ્યું, 'તેઓ ફરતા નથી, તેઓ ડાન્સ કરી રહ્યા છે'. એકે લખ્યું, 'આવો સર, ચાલો હું તમને લાહોર ડ્રોપ કરું. ' જો કે કેટલાક એવા છે જેઓ સનીની હાલત પર વિશ્વાસ કરી શકતા નથી.

વીડિયો સામે આવતા જ ફેન્સ સનીના બચાવમાં આવ્યા હતા
સત્ય એ છે કે સનીનો આ વીડિયો તેની ફિલ્મના શૂટિંગનો છે. તેના એક ચાહકે લખ્યું, 'બસ હવે કેટલાક લોકોને સત્ય જાણ્યા વિના સની પાજીને બદનામ કરવાનું બહાનું મળશે.' એકે લખ્યું, 'સત્ય એ છે કે સની તેની આગામી ફિલ્મ 'સફર'નું શૂટિંગ કરી રહ્યા છે, આ વીડિયો સામે આવ્યો છે જે તેની ફિલ્મનો એક ભાગ છે.' એકે લખ્યું, 'સની દારૂથી દૂર રહે છે. નફરત ફેલાવવાનું બંધ કરો.'

સનીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો
સનીએ પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે દારૂથી દૂર રહે છે. તેણે કહ્યું હતું કે, "એવું નથી કે જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે મેં પ્રયત્ન કર્યો ન હતો મેં એ સોસાયટીનો એક ભાગ બનવાનો પ્રયત્ન કર્યો પણ હું સમજી શક્યો નહીં. આલ્કોહોલ આટલું કડવું છે અને ખૂબ દુર્ગંધ આવે છે કે માથું દુખવા લાગે છે તો શા માટે તે પીવું? તેનો કોઈ અર્થ નથી, તેથી હું ક્યારેય પીતો નથી."

સની દેઓલ આ પહેલા પણ થયો હતો ટ્રોલ 
ગયા અઠવાડિયે રાજકુમાર કોહલીની પ્રાર્થના સભામાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા, જેમાં સની દેઓલ પણ હતા. પ્રાર્થના સભામાંથી સામે આવેલા વીડિયોમાં સની હસતો જોવા મળી હતી, જેને જોઈને લોકોએ તેણે ખૂબ ટ્રોલ કર્યો હતો. એકે લખ્યું, 'અંતિમ સંસ્કાર છે કે પાર્ટી?' એકે લખ્યું, 'આ બેશરમીની હદ છે. મૃતકના પુત્ર સામે આ રીતે હસવું.' ખરેખર, વીડિયોમાં સની સાથે રાજકુમારનો પુત્ર (અરમાન કોહલી) પણ હાજર હતો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ