બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Drinking cold water in Summer can be harmful for health
Last Updated: 01:22 PM, 13 April 2024
ભલે લોકોને ઠંડુ પાણી પીવાની મજા આવે છે. પરંતુ તેને પીધા પછી શરીરને અનેક નુકસાન થઈ શકે છે. ઉનાળામાં લોકોને ખૂબ જ તરસ લાગે છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિ તડકામાંથી જયારે ઘરે આવે છે ત્યારે લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે. જો તમે નથી જાણતા તો જાણી લો અહીં, કારણ કે આ જાણકારી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
જો તમે દરરોજ ઠંડુ પાણી પીવો છો, તો તેનાથી તમારી પાચનક્રિયા પર ખરાબ અસર થાય છે અને પેટ ફૂલવું અને ગેસ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ અને ઉધરસ થવા લાગે છે. આ સિવાય સાંધામાં દુખાવો થવા લાગે છે અને સાંધા જકડાઈ જાય છે.
ADVERTISEMENT
વધારે ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. ઠંડા પાણીથી શરીરને થાક અને નબળાઈ અનુભવાય છે. ખાસ કરીને જ્યારે તમે કસરત કરી હોય અથવા પરસેવો પાડીને આવો ત્યારે તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ.
ઠંડા પાણીને બદલે તમે હૂંફાળું પાણી પી શકો છો. દિવસભર નોર્મલ પાણી થોડું-થોડું કરીને પીઓ. આ બધા સિવાય તમે નારિયેળ પાણી, છાશ, લીંબુ પાણી જેવા પીણાં પી શકો છો. દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ હોય છે, કેટલાક લોકોને ઠંડા પાણીથી નુકસાન થતું નથી, જ્યારે અન્ય લોકોને થઈ શકે છે.
વધુ વાંચો: નાની ઉંમરે ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાથી બચવા ઇચ્છો છો? તો અપનાવો આ ટિપ્સ, રહેશો હેલ્ધી
જો તમારા શરીરમાં આવી સમસ્યાઓ જોવા મળે છે, તો તમારે ઠંડુ પાણી પીવાનું બંધ કરી દેવું જોઈએ. ઉનાળા દરમિયાન, તમે ઠંડા પાણીને બદલે કેટલાક ફળોનું સેવન કરી શકો છો, જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.