બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Drink rock salt water every morning to ward off diseases, there will be many benefits

હેલ્થ ટિપ્સ / બીમારીઓને ભગાડવા રોજ સવારમાં ઉઠીને પીવો સિંધવ મીઠાનું પાણી, થશે અનેક ફાયદા

Megha

Last Updated: 09:39 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits of Rock Salt: સવારે ખાલી પેટ સિંધવ મીઠાનું પાણી પીવાથી પેટને લગતી સમસ્યાઓ સહિત આ 10 પ્રકારની ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે.

  • સિંધવ મીઠાનું પાણી આ 10 રોગોને દૂર કરશે 
  • પેટને લગતી સમસ્યાઓમાં સિંધવ મીઠાનું પાણી ફાયદાકારક
  • શરીરને ડિટોક્સિફાય કરવા સિંધવ મીઠાનું પાણી પીવું 

Health Benefits of Rock Salt: મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ વધે છે અને એ માંટએ જ તેને માપમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. જે લોકો વધુ મીઠું ખાય છે તેમને અનેક રોગોનો ખતરો રહે છે પણ સિંધવ નમક સંપૂર્ણપણે કુદરતી છે. તે શરીરને અનેક રોગોથી દૂર રાખવાનું કામ કરે છે. તેને રોક સોલ્ટ અથવા હિમાલયન સોલ્ટ પણ કહેવામાં આવે છે. જો તમે સવારે ખાલી પેટ સિંધવ મીઠાનું પાણી પીવો તો 10 પ્રકારની ગંભીર બીમારીઓ દૂર થઈ શકે છે.


 
સિંધવ મીઠાનું પાણી આ 10 રોગોને દૂર કરશે 
1. પાચન તંત્ર

પેટને લગતી સમસ્યાઓમાં સિંધવ મીઠાનું પાણી ફાયદાકારક છે. ખાલી પેટ પર રોક મીઠાનું પાણી પીવાથી પેટમાં એસિડ વધે છે, જે ખોરાકના પાચન અને શોષણમાં મદદ કરે છે. તેનાથી અપચો, પેટનું ફૂલવું, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
 
2. બોડી ડિટોક્સ
સિંધવ મીઠાનું પાણી શરીરને ડિટોક્સિફાય કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.  લીવર અને કિડનીના કામને વધારે છે જેના કારણે શરીરની ગંદકી બહાર આવે છે અને અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે.

3. મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ
સિંધવ મીઠાના પાણીનું સેવન કરો છો તો મેટાબોલિઝમ વધે છે. તેને કારણે આ ડાયાબિટીસ જેવી સમસ્યાઓને દૂર રહે છે. આ સાથે જ ચયાપચયને ઝડપી બનાવવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી ચરબી ઝડપથી ઓછી થાય છે.
 
4. ઇલેક્ટ્રોલાઇટ્સ સંતુલિત રાખે છે 
સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા 84 ખનિજો સિંધવ મીઠામાં જોવા મળે છે. તેનાથી શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સ સંતુલિત રહે છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપને કારણે ઉનાળામાં દરેક સમયે થાક, નબળાઈ જેવી સમસ્યાઓ રહે છે.
 
5. તણાવ દૂર કરે છે 
સિંધવ મીઠાનું પાણીનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું પાણી માનસિક સમસ્યાઓને દૂર રાખી શકે છે. આ પીવાથી તણાવ દૂર થાય છે, સ્ટ્રેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.


 
સિંધવ મીઠાના આ પણ છે ફાયદા
- સિંધવ મીઠુ આયુર્વેદમાં કુલિંગ સોલ્ટ માનવામાં આવે છે. તેને પેટમાં થનારી મુશ્કેલીમાં તરત અસર કરનારી દવા માનવામાં આવે છે. 
- આ કબજિયાત, પેટની ખરાબી, પેટ ફૂલવું, હિસ્ટીરિયાની સાથે સાથે આંખ માટે ફાયદો કરે છે. સિંધવ મીઠું રોજ સવારે ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી શરીરને ફાયદો રહે છે. 
- જો તમે કફની સમસ્યાથી પરેશાન છો તો સિંધવ મીઠાનો એક ટુકડો મોઢામાં રાખો અને તેનો રસ ગળામાં જવા દો. આવું કર્યા બાદ 2 કલાક સુધી કંઈ ખાઓ નહીં અને પીઓ નહીં. તમને કફમાં આરામ મળશે. 
- તમને સાંધાનો દુઃખાવો રહે છે તો તમે શક્ય તેટલું સિંધવ મીઠું ઉપયોગમાં લો. તેનાથી તમારા સાંધાના દર્દમાં પણ તમને રાહત મળશે. 
- ફેફસાં અને હાડકાં પણ  મજબૂત કરે છે 
-શરીરમાં ડિહાઇડ્રેશનને સમસ્યાને દૂર કરે છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ