બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / dragon fruits farming in Kutch Gujarat

ખેતીવાડી / કચ્છડો બારે માસઃ કચ્છમાં ખારેક, કેરી, કાજુ  બાદ હવે ડ્રેગન ફ્રુટની સફળ ખેતી

Gayatri

Last Updated: 01:55 PM, 7 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનું રણ એ ખાલી રણ નથી પણ સફેદ રણ છે જેનો મતલબ કે એ ખારોપાટો એટલે કે, ક્ષારવાળુ રણ છે. કચ્છની ક્ષારવાળી વેરાન જમીનની મીઠીમધ જેવી ખારેક અને કેરીએ તો દેશ-વિદેશમાં સૌના મન મોહી લીધા છે પરંતુ મોંઘા મળતા અને વધુને વધુ વપરાઈ રહેલા ડ્રેગનફ્રુટની પણ કચ્છમાં સફળ ખેતી કરવામાં આવી રહી છે.

  • ખારેક, દાડમ, પપૈયા, આંબા સહીતના વિવિાધ બાગાયતી પાકો સાથે ડ્રેગન ફ્રુટની એન્ટ્રી
  • 400 એકરથી વધુમાં આ વખતે ડ્રેગન ફ્રુટનું વાવેતર
  • કચ્છની ખારેક અને કેસર કેરીની છે નામના

કચ્છમાં બાગાયતી પાકોનો ફાલ સારો આવે છે. ખેડૂતોની આગવી સુઝને કારમે કચ્છની ખારેક અને આંબાવાડીયાઓની કેરીઓ દેશદવિદેશમાં પ્રખ્યાત બની છે ત્યારે આ સુકી જમીન ઉપર આંબાવાડીયાઓની જેમ જ ડ્રેગન ફ્રુટની વાડીઓ બની રહી છે. 400થી વધુ એકમાં કચ્છના ખેડૂતોએ ડ્રેગનફ્રુટનું સફળ વાવેતર કર્યુ છે. 
 
 

ખારા પાટામાં રોકડિયા પાક અસંભવ

કચ્છમાંની જમીન આમે સુક્કી ભટ્ટ છે એવામાં પાણીની તો વાત જ થાય તેમ નથી. રોકડિયા પાક તો અહીંના ખેડૂતો માટે સપના સમાન છે ત્યારે ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. કચ્છના રણની જગ્યાએ એક સમયે દરિયો હશે એટલી અહીં ખારો પાટો છે જેને લીધે જમીનમાં ક્ષારનું પ્રમાણ ખુબજ છે. એટલે જ અહીંના ખેડૂતો ખારેકની ખેતી બાદ આંબાવાડિયામાં સફળતા મેળવી છે અને હવે વધુ નફો રળી આપનાર ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે.   

બાગાયતી ખેતીમાં ડ્રેગન ફ્રુટનો પ્રવેશ

કચ્છમાં હાલમાં ખારેક, દાડમ, પપૈયા, આંબા સહીતના વિવિાધ બાગાયતી પાકોનું વાવેતર 50,000થી વધુ હેકટરમાં થાય છે. ખારેક, પપૈયા, કાજુ, વુડન ટ્રી, સાગવાન, ચંદન સહિતના વાવેતરમાં ખેડૂતોને સફળતા મળી છે. જેને પગલે હાલ સૌથી મોંઘા મળતા ડ્રેગન ફ્રુટનું વાવેતર કચ્છમાં પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું હતુ જે સફળ થતાં અન્ય ખેડૂતોએ પણ આ ફળની ખેતી તરફ ઝુકાવ વધાર્યો છે પરીણામે આ વર્ષે 400 એકરાથી વધુ વિસ્તારમાં ડ્રેગન ફળનું વાવેતર કરવામાં આવ્યું છે. 

ક્યાં ક્યાં થાય છે આ ફળની ખેતી

ભુજ તાલુકાના માનકુવા, કોડકી, નારાણપર, માધાપર, કેરા, ફોટડી, અંજાર, અબડાસા, માંડવી, મુંદ્રા, નખત્રાણા, ભચાઉ, રાપર સહિતના તાલુકાઓમાં ડ્રેગન ફ્રુટની ખેતી થવા લાગી છે. હાલમાં બજારમાં આ ફળના ભાવો વધુ છે. 

ખાસ ટેક્નીકથી થાય છે ડ્રેગનફ્રુટની ખેતી

ડ્રેગન ફ્રુટ વેલાની માફક છોડ ઉપર ચડતો હોવાથી ફળની ગોઠવણી વાવેતર સમયે ખાસ ટેકનીકથી કરવી પડે છે. આ માટે ખાસ ફ્રેમ બનાવીને તેની આસપાસ વાવેતર કરાય છે. આમ વાવેતર સમયે રોકાણ વધી જતું હોવાથી ખેડુતોએ ડ્રેગનફ્રુટનું વાવેતર કરતા પહેલા સો વાર વિચાર કરવો પડે છે. ડ્રેગન ફ્રુટના ફળ સફેદ તાથા ગુલાબી હોય છે. લોકો ગુલાબી પર પસંદગી ઉતારતા હોય છે તેાથી તેની માંગ વધુ છે. હવે તો કચ્છની કેસર કેરીની જેમ ડ્રેગન ફળની નિકાસ પણ કચ્છ બહાર ખેડુતો કરી રહ્યા છે.

આલેખન: Gayatri Joshi

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ