બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Don't forget the nature of the world, give adequate compensation for the precious land like life

મહામંથન / 'ભારતમાલા પર દોડાવો વિકાસની ગાડી ! પણ જગતના તાતને ન ભૂલો, જીવ જેવી વ્હાલી જમીન માટે આપો પૂરતું વળતર

Vishal Khamar

Last Updated: 09:00 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રના સરકારના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રસ્તા,હાઈવે અને એક્સપ્રેસ વેનુ સૌથી મોટું નેટવર્ક ઉભુ કરવાનો છે. પરંતું ગુજરાત અને અન્ય રાજ્યોમાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

દેશના વિકાસની કલ્પના જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે તેના સાકાર થવા પાછળ પણ અનેક લોકોનો ત્યાગ અને મહેનત પણ તેમાં જોડાયેલા હોય છે. વિકાસના કામ બદલ આપણે સરકારને નવાજીએ છીએ. પરંતુ તેમાં આડકતરી રીતે સહભાગી બનેલા લોકોની સ્થિતિ વિશે આપણે વાત કરવાનું ટાળીએ છીએ.કેન્દ્રના સરકારના ભારતમાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ રસ્તા,હાઈવે અને એક્સપ્રેસ વેનુ સૌથી મોટું નેટવર્ક ઉભુ કરવાનો છે. જે અંતર્ગત દેશભરમાં હાઈવેનું 83 હજાર 677 કિમીના રોડનું નિર્માણ થવાનું છે. જેનો ફાયદો ઘણા બહોળા વર્ગને થશે. જો કે બીજુ પાસું એ પણ છે કે સરકાર હાઈવેના નિર્માણ માટે જે જમીન સંપાદનની કામગીરી કરે છે તેનો વિરોધ ગુજરાત અને અન્ય રાજ્યોમાં  થઈ રહ્યો છે. વિરોધ કરનારાઓ કોઈ મોટા  ઉદ્યોગપતિઓ કે  જમીનદારો નથી પરંતુ ખેડૂતો જ છે. ખેતીપ્રધાન દેશમાં ખેડૂત જમીન વિનાનો હોય તો તેના માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તે સ્વભાવિક છે. ત્યારે આ જમીનના બદલામાં સરકાર ખેડૂતોને જે વળતર આપે છે શું તે યોગ્ય છે? શું તે વળતરથી અન્ય જગ્યાએ જમીન ખરીદવી ખેડૂત માટે શક્ય છે? વિકાસના પ્રોજેક્ટમાં જમીન સંપાદનના પ્રશ્નો શું છે? જમીન માલિકના પ્રશ્નો અને વળતરના મુદ્દે ગજગ્રાહનું કારણ શું છે? 

  • સરકાર દ્વારા જમીન સંપાદનમાં જંત્રીના ચાર ગણું વળતર અપાય છે
  • વળતર બજારકિંમત કરતાં ઓછું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે 
  • કેટલાક ખેડૂતોની તમામ જમીન જવાથી ખેડૂત મટી જાય તેમ છે
  • વળતરના પૈસાથી અન્ય જમીન લેવાનું ખેડૂતો માટે શક્ય બનશે તે સવાલ

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કેમ?
સરકાર દ્વારા જમીન સંપાદનમાં જંત્રીના ચાર ગણું વળતર અપાય છે. વળતર બજારકિંમત કરતાં ઓછું હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. ત્યારે કેટલાક ખેડૂતોની તમામ જમીન જવાથી ખેડૂત મટી જાય તેમ છે. વળતરના પૈસાથી અન્ય જમીન લેવાનું ખેડૂતો માટે શક્ય બનશે તે સવાલ. ખેડૂતોની વધારે જમીન સંપાદિત થઈ જવાથી ઓછી જમીન બચશે. ઓછી જમીનમાં પાણીના સ્રોત માટે ખર્ચ કરવા પોસાય તેમ નથી. મોટા ભાગના ખેડૂતોની આજીવિકા જ આ ખેતીની જમીન છે. એક્સપ્રેસ હાઈ-વેના કારણે આસપાસ અન્ય ડેવલપમેન્ટ થવાની શક્યતાઓ છે. 

ક્યા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ?
થરાદથી અમદાવાદ સુધીના 213 કિમી હાઈ-વે બનશે. 5 જિલ્લાના 14 તાલુકાનાં 157 ગામોની જમીન સંપાદિત થશે. જેમાં બનાસકાંઠાના થરાદ તાલુકાનાં 10 ગામ, કાંકરેજનાં 9, દિયોદરનાં 15, લાખણીનાં 4 ગામ છે. બનાસકાંઠાના કુલ 38 ગામોમાંથી 57 કિલોમીટરનો રોડ બનશે. પાટણમાં પાટણ તાલુકાનાં 13 ગામ જેમાં સરસ્વતી તાલુકાનાં 19 ગામોમાંથી પસાર થાય છે. પાટણ જિલ્લાનાં 32 ગામોમાંથી 41 કિલોમીટરનો રોડ પસાર થશે. ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાનાં 13 ગામ જેમાં માણસા તાલુકાનાં 8, ગાંધીનગર તાલુકાનાં 16 ગામને અસર કરે છે.  ગાંધીનગરના દહેગામ તાલુકાનાં 9 ગામોમાંથી પસાર થાય છે. ગાંધીનગરના 46 ગામોમાંથી કુલ 56 કિલોમીટરનો રોડ પસાર થશે. તેમજ મહેસાણામાં ઉંઝા તાલુકાનાં 6, મહેસાણા તાલુકાનાં 17 ગામ જેમાં મહેસાણાના વિસનગરનાં 11 મળી કુલ 34 ગામોમાંથી 44 કિમી જશે. અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાનાં 13 ગામમાંથી 16 કિમી રોડ નીકળશે.

  • સમગ્ર દેશમાં રસ્તા,હાઈવે અને એક્સસપ્રેસ વેનું નેટવર્ક બનાવવાનો ઉદ્દેશ્ય  
  • 83 હજાર 677 કિમી રોડના નેટવર્કની કરવામાં આવી કલ્પના   
  • પ્રોજેક્ટમાં કુલ 10.63 લાખ કરોડ રોકાણ થવાનો અંદાજ  
  • દેશના બિનજોડાણ અને દૂરના વિસ્તારોને જોડવાની પરિકલ્પના  
  • 550થી વધુ જિલ્લા મથકોને 4-લેન હાઈવેથી જોડાશે  

ભારતમાલા પ્રોજેક્ટ શું છે?  

સમગ્ર દેશમાં રસ્તા,હાઈવે અને એક્સસપ્રેસ વેનું નેટવર્ક બનાવવાનો ઉદ્દેશ્ય છે. 83 હજાર 677 કિમી રોડના નેટવર્કની કરવામાં કલ્પના કરવામાં આવી છે.  પ્રોજેક્ટમાં કુલ 10.63 લાખ કરોડ રોકાણ થવાનો અંદાજ. તેમજ દેશના બિનજોડાણ અને દૂરના વિસ્તારોને જોડવાની પરિકલ્પના 550થી વધુ જિલ્લા મથકોને 4-લેન હાઈવેથી જોડાશે. બીજા તબક્કામાં ભારતમાલા પ્રોજેક્ટની કામગીરી જેમાં પ્રથમ તબક્કામાં 34 હજાર 600 કિમીથી વધુનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક. પ્રથમ તબક્કામાં 24 હજાર 800 કિમીના નવા હાઈવેનો સમાવેશ કરાયો છે.  10 હજાર કિમીના નિર્માણાધીન રસ્તાઓ પણ સામેલ છે.  જમીન સંપાદન અને કોરોનાને કારણે પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ થયો. 2026 સુધીમાં પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થશે. 2024માં બીજા તબક્કાની કામગીરી શરૂ થશે. 22 મિલિયન નોકરીનું થશે સર્જન થશે. તેમજ પ્રોજેક્ટથી સમગ્ર દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ મળશે.

  • આખો એક્સપ્રેસ-વે ગ્રીન ફિલ્ડમાંથી પસાર થઈ રહ્યો છે
  • ગામ કે શહેરમાંથી નહીં પરંતુ ખેતરોમાંથી હાઈવે પસાર થાય છે
  • એક્સપ્રેસ-વે બન્યા પછી લાંબારૂટનું અંતર ઘટશે
  • મુસાફરી માટે નાગરિકોનો સમય બચશે

નેશનલ હાઈવેથી જનતાને શું ફાયદો?

આખો એક્સપ્રેસ-વે ગ્રીન ફિલ્ડમાંથી પસાર થઈ રહ્યો છે. ગામ કે શહેરમાંથી નહીં પરંતુ ખેતરોમાંથી હાઈવે પસાર થાય છે. એક્સપ્રેસ-વે બન્યા પછી લાંબારૂટનું અંતર ઘટશે. તેમજ મુસાફરી માટે નાગરિકોનો સમય બચશે. સ્ટેટ હાઇવે પરથી પસાર થતા ભારે વાહનોનું ભારણ ઘટશે. એક્સપ્રેસ-વેથી ભારે વાહનો પસાર થતા સામાન્ય હાઈવે પર ટ્રાફિક ઘટશે.  સામાન્ય હાઈવે પર વાહનો ઓછા થતા અકસ્માતો ઘટશે. 

  • ભારતમાં રસ્તાઓની સ્થિતિ સુધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય  
  • 50 રાષ્ટ્રીય કોરિડોર બાંધવામાં આવશે  
  • કોરિડોર બનવાથી માલસામાનની ટ્રાફિકમાં થશે ઘટાડો   

ભારતમાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું?

ભારતમાં રસ્તાઓની સ્થિતિ સુધારવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.  50 રાષ્ટ્રીય કોરિડોર બાંધવામાં આવશે. તેમજ કોરિડોર બનવાથી માલસામાનની ટ્રાફિકમાં ઘટાડો થશે.  આ કોરિડોરમાં માલવાહક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવરજવર કરશે. અત્યારે 300 જિલ્લા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલા છે.  ભારતમાલા પ્રોજેક્ટથી દેશના 550 જિલ્લાને જોડવામાં આવશે. જેથી ભારતમાલા પ્રોજેક્ટથી લોકો માટે રોજગારીની તકો વધશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ